બ્રેકઅપની ખબરો વચ્ચે શમિતા શેટ્ટી અને રાકેશ બાપત સાથે આવ્યા નજર, એકબીજાને હાથ થામી લીધી એન્ટ્રી

બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી ખૂબ ચર્ચામાં છે. આ કપલ ઘણીવાર સાથે જોવા મળે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમને પોતાના કેમેરામાં કેદ કરવા પેપેરાજી પણ હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે હાલમાં જ ઇવેન્ટની રાત્રે, કપલ રેડ કાર્પેટ પર એકસાથે ચાલતા જોવા મળ્યા હતા, જ્યાં શમિતા એવો ટ્રાંસપરન્ટ ડ્રેસ પહેરીને આવી હતી કે લોકો તો તેના પરથી નજર જ હટાવી શક્યા ન હતા.

આ ઇવેન્ટમાં શમિતા શેટ્ટી ગ્રીન કલરના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં આવી હતી, જ્યારે તેનો પાર્ટનર રાકેશ બ્લેક કલરના ટક્સીડો સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. બંનેની જોડી જોવા જેવી હતી, પરંતુ ચાહકોને જે સૌથી વધુ પસંદ આવ્યુ તે હતો શમિતાનો ડ્રેસ. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એક એવોર્ડ ફંક્શનમાં સાથે આવ્યા હતા અને આ સાથે જ તેઓએ તેમના બ્રેકઅપની અફવાઓને દૂર કરી હતી.

થોડા દિવસો પહેલા તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા, પરંતુ તેઓએ આ ખબરને અફવા ગણાવી હતી. ત્યારે બ્રેકઅપના સમાચાર બાદ શમિતા અને રાકેશ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. રાકેશ અને શમિતાએ રવિવારે એકસાથે હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ 2022 ઇવેન્ટમાં એકસાથે આવીને સાબિત કર્યું કે બ્રેકઅપના સમાચાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી.

પેપરાજીઓએ આ કપલની ઘણી તસવીરો ક્લિક કરી હતી. જે હાલ જોરદાર વાયરલ થઇ રહી છે. તસવીરો અને વીડિયોમાં શમિતા અને રાકેશ એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે.કેટલીક તસવીરોમાં શમિતા અને રાકેશ એકબીજાની આંખોમાં પણ જોતા જોવા મળે છે. શમિતા અને રાકેશના વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા ખૂબ જ જોરદાર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું, ‘આ બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.’ ત્યાં અન્ય એકે લખ્યું, ‘કોઈની નજર ન લાગે. જ્યારે એક યુઝરે તો બંનેની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરી છે. એક ચાહકે લખ્યું- કપલને સુરક્ષિત રાખો. એક બીજા યુઝરે લખ્યુ – તેઓ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે.

Shah Jina