ખબર મનોરંજન

શિલ્પા શેટ્ટીએ ખાસ અંદાજમાં ઉજવ્યો બહેન શમિતા શેટ્ટીનો જન્મ દિવસ, કેક હતી એવી કે સૌનું ધ્યાન ખેંચી ગઈ, જુઓ વીડિયો

બાપ રે, એક નવા પ્રકારની કેક જોઈને હોંશ ઉડી જશે- જુઓ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીનો જન્મ દિવસ 2 ફેબ્રુઆરીના રોજ હતો. શમિતા શેટ્ટી 42મોં જન્મ દિવસ ઉજવી રહી હતી. આ નિમિત્તે એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિલ્પાએ આ જન્મ દિવસની ઉજવણીનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. આ વીડિયોની અંદર શમિતા કેક ઉપર રેપર હટાવતા જોવા મળી રહી છે. ત્યારબાદ કેકની ચારેય તરફ ચોકલેટ કે ચોકલેટ ફેલાઈ જાય છે. શમિતાના આ વીડિયોને સ્લો મોશનમાં બનાવવામાં આવ્યો છે. જેમાં શમિતા ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

શમિતાએ કેક કાપતી વખતે શાનદાર એક્સપ્રેશન પણ આપ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે શિલ્પાએ કેપશન પણ શાનદાર આપ્યું છે.

શિલ્પાએ લખ્યું છે કે “હેપ્પી બર્થ ડે શમિતા, હવે મને તને ઉઠાવવાની જરૂર નથી. આ પુલ મી અપ કેક. પછી જેના કારણે તારું જીવન હંમેશા મીઠાસથી ભરાયેલું રહે.” સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ શમિતાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ ઉપરાંત શિલ્પાએ શમિતા સાથેની બાળપણની યાદગીરીને  ભેગી કરી એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તેને ઘણી તસ્વીરોની સાથે એક ઈમોશનલ કેપશન પણ આપ્યું છે.

શિલ્પાએ લખ્યું છે. “દિલની સૌથી નજીક હોય છે પોતાની બહેન. જયારે તે સાથે નથી હોતી ત્યારે આપણે કરીએ છીએ તેને મિસ, જયારે  પ્રેમ આવી ગયો ત્યારે આપી દઈએ કિસ. પરંતુ તેને હેરાન કરવી ઈજ અ ફીલિંગ ઓફ કમ્પ્લીટ બ્લિસ” સાથે જ તેને લખ્યું છે હેપ્પી બર્થ ડે મારી બેબી, મારી ટુનકી. આ વર્ષે તને એ બધું જ મળે જે તે વિચાર્યું છે. તમે આ બધું ડિઝર્વ કરો છો.”

શિલ્પા શેટ્ટીની જેમ જ શમિતા પણ બોલીવુડની અભિનેત્રી છે. પરંતુ શિલ્પાની જેમ તે પોતાનું નામ બોલીવુડમાં બનાવી નથી શકી.તે હાલમાં ઇન્ટિયર ડિઝાઈનર તરીકે પણ કામ કરે છે.