એવી તો કઈ ઘટના બની કે શમીતા શેટ્ટી ઈન્ડિગો એરલાઈન્સ પર ભડકી ? જુઓ તેને જ વીડિયો પોસ્ટ કર્યો

શિલ્પા શેટ્ટીન બહેન અને અભિનેત્રી શમિતા શેટ્ટી ફિલ્મોથી દૂર રહે છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ ઈન્ડિગો એરલાઈન્સની સાથે એક ખરાબ અનુભવને એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં, શમીતા શેટ્ટી ઈન્ડિગો એરલાઈન્સ પર ભડકી ઉઠી છે.

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની બહેન શમિતાએ શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ મહોબ્બતેથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં જ તેણે ઈન્ડિગો એરલાઈન્સની આલોચના કરતા લખ્યું કે ઈન્ડિગોએ વજનની સમસ્યાના કારણે તેમનો સામાન ફ્લાઈટમાંથી ઉતારી દિધો હતો. X પર શમિતાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. શમિતાએ જણાવ્યું કે તે એક કાર્યક્રમ માટે જયપુરથી ચંડિગઢ જઈ રહી હતી અને એરલાઈન્સે કોઈપણ જાતની સુચન આપ્યા વગર તેની બેગ વિમાનમાંથી ઉતારી દીધી.

શમિતાએ વીડિયો શેર કરતા કહ્યું, “હું ચંડીગઢ એરપોર્ટ પર ફસાયેલી છું. મેં ઈન્ડિગો એરલાઈન્સ મારફતે જયપુરથી ચંડીગઢ મુસાફરી કરી અને મારી બેગ મને જણાવ્યા વગર જ ઉતારી દેવામાં આવ્યા. હું અહીં એક કાર્યક્રમનાં આવી છું. વજન સંબંધી કોઈ સમસ્યાના કારણે મારા હેરડ્રેસરનું બેગ અને મારી અન્ય બેગ ઉતારી દેવામાં આવી. શું આવું કંઈ કરતા પહેલા મને જાણ કરવામાં ન આવવી જોઈએ?”

ઈન્ડિગો પર કાઢ્યો ગુસ્સો

તેમણે આગળ કહ્યું, “ઈન્ડિગો મને જણાવ્યા વગર એવું કેવી રીતે કરી શકે. મારી પાસે તે એવી આશા કેવી રીતે રાખી શકે કે હું ચંડીગઢમાં ઉતરીને તેમની બીજી ફ્લાઈટની રાહ જોઈશ. જે ફ્લાઈટ મારો કાર્યક્રમ પુરો થયા બાદ રાત્રે લગભગ 10.30 વાગ્યા આવશે. હું અહીં એક ઈવેન્ટ માટે આવી હતી. ગ્રાઉન્ડ સ્ટાફને એ પણ નથી ખબર કે શું કરવાનું છે અથવા તો અમારી મદદ કેવી રીતે કરવાની છે.”

Twinkle