રાજ કુન્દ્રાની સાળીનું કોની સાથે ચક્કર ચાલી રહ્યું છે? જુઓ
કરણ જોહરનો શો ‘બિગબોસ ઓટીટી’ આ દિવસોમાં ચર્ચામાં છે. સ્પર્ધકો વચ્ચે પરસ્પર લડાઈની સાથે ઘરમાં એક કપલ પણ છે જે આ દિવસોમાં ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યા છે. આ જોડી શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની છે. બંને વચ્ચે રિસાઈ જવાનું, મનાવવાનું પ્રેમ અને ઝઘડાને જોતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે અને એકબીજાને સપોર્ટ પણ કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર પૂછે છે કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે. જો કે, બંને વચ્ચે જે પણ કઈ ચાલી રહ્યું છે તે બિગ બોસનો પ્રી-પ્લાન હોય કે બીજું કંઈક તે તો સમય આવતા ખબર પડી જ જશે.
જો ખબર પર વિશ્વાસ કરીએ તો શો જોઈને એવું લાગે છે કે બંને વચ્ચે ઘણું બધું ચાલી રહ્યું છે. રાકેશ બાપત શમિતા શેટ્ટી માટે થોડો ક્રેઝી લાગી રહ્યા છે. તે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે શમિતા તેની સાથે ગુસ્સે ન થાય. તેમજ તાજેતરના એક પ્રોમોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રાકેશ શમિતાને પગની મસાજ આપી રહ્યો છે અને તે શરમાતી જોવા મળી રહી છે.
એટલું જ નહીં રાકેશે શમિતાના પગના નખ પર નેઇલ પેઇન્ટ પણ કર્યું હતું અને તેની ગરદન પર ક્યૂટ ટેટૂ પણ બનાવ્યું હતું. તેમજ શમિતા પણ રાકેશ માટે ક્રેઝી દેખાઈ રહી હતી. તે બંનેએ સાથે ડાન્સ પણ કર્યો હતો. ડાન્સ પહેલા શમિતાએ રાકેશને કિસ પણ કરી હતી.
શમિતાએ શોમાં રાકેશને ક્યૂટ કહ્યો હતો જેના માટે કરણ જોહરે તેની મજાક પણ કરી હતી. આ સિવાય કરણ શમિતાની કિસ ડિમાન્ડ વાળી વાત પર પણ તેને ચીડાવતા જોવા મળ્યા હતા. તે દરમ્યાન કરણે રાકેશને શમિતા વિશે પૂછ્યું, જેના જવાબમાં તેણે કહ્યું – મને લાગે છે કે તે ખૂબ જ સુંદર, ખૂબ જ હોટ, ખૂબ જ સંભાળ રાખનાર અને એક શાનદાર મહિલા છે.
તે એક કમ્પ્લીટ પેકેજ છે. જ્યારે કરણે રાકેશને શમિતાની હોટનેસ પર કોમેન્ટ કરવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું – શમિતા ખૂબ હોટ છે. શમિતાએ આ બાબતે શરમાઈ ગઈ અને કહ્યું કે કરણ ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે. લોકો શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની કેમેસ્ટ્રીને પસંદ આવી રહી છે.
એકવાર શમિતા શોમાં રડતી જોવા મળી હતી ત્યારે રાકેશે તેને પ્રેમથી ગળે લગાવી અને તેને ચૂપ કરાવી હતી. બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે જોઈને એમ કહી શકાય કે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. ઘરની બહાર બંને વચ્ચે કેવા પ્રકારની કેમેસ્ટ્રી જોવા મળશે તે જોવાની મજા આવશે.