વ્યક્તિની કુંડલીમાં હાજર રહેલા ગ્રહોને દૂર કરવા માટે ઘણા ગ્રહો સંબંધિત ઉપાય કરે છે. જેથી તેનું કુંડળીમાં રહેલા ગ્રહ અશુભની જગ્યાએ શુભ ફળ આપે છે. નવ ગ્રહની વાત કરવામાં આવે તો શનિ ગ્રહ કર્મના હિસાબથી ફળ આપનારા ન્યાયના દેવતા માનવામા આવે છે. આ જ કારણે લોકો શનિદેવથી ભયભીત થાય છે.

જો એક ઝાડ લગાવવાથી આપણું થયેલુ ખરાબ કામ સારું થઇ જવાનું હોય તો કોણ આ ઝાડ લગાવવા નહીં માંગે. પરંતુ જરૂર છે સાચા ઝાડની. આજે અમે તમને એક એવા ઝાડની વાત કરવા જઈ રહ્યા છીએ જે શનિદેવને પ્રસન્ન કરે છે. આ પરથી સ્પષ્ટ છે કે. શનિદેવને પ્રસન્ન કરવાવાળો છોડ તમારી પ્રસન્નતા પણ વધારે છે.

એક પૌરાણિક માન્યતા મુજબ આ ઝાડ લગાડવાથી બધી જ સમસ્યા દુર થઇ જાય છે.અને જે લોકોને પૈસાની કમી હોય તે પણ દૂર થઇ જાય છે. ચાલો જાણીએ શનિદેવને પ્રસન્ન કરનારો અને તમારા દુઃખને દૂર કરનારો આ છોડનું શું છે ખાસિયત.
આમ તો લોકો શનિની પીડાથી મુક્તિ આપવા માટે પીપળાના ઝાડની પૂજા કરે છે. પરંતુ શમીના છોડની વાત કંઈક અલગ જ છે. શમીના ઝાડને શનિનું ઝાડ પણ કહેવામાં આવે છે.

આ ઝાડને ઘરમાં વાવવાથી જે લોકો લગાતાર શનિની સાડાસાતી અને તેના ખરાબ પ્રભાવને દૂર કરી શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આટલું જ નહીં આ ઝાડના ઘરમાં હોવા પર શનીદેવની સાથે-સાથે બધા જ દેવી-દેવતાની કૃપા ઘર-પરિવાર પર રહે છે.
શમીના ઝાડના 5 ફાયદા
માન્યતા છે કે, શમીના ઝાડને ઘરના મેઈન ગેટ પર બંને તરફ લગાડવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા નથી આવતી. અને ઘરમાં ધન-ધાન્યની કમી રહેતી નથી.
શનિની સાડા સાતી હોય અથવા શનિ ગ્રહથી જોડાયેલી કોઈ પીડા હોય તેને દૂર કરવા માટે શમીના ઝાડને નિયમિત રીતે સરસોના તેલનો દીવો કરો. જો તમે માટીના દીવામાં આ પ્રયોગ કરો છો તો શનિદેવ આથી વધુ પ્રસન્ન થઇ જાય છે.
કહેવામાં આવે છે કે, દરરોજ સૂર્યદેવ તરફ મોઢું રાખી શમીના ઝાડને પાણી પીવડાવવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. વ્યક્તિ તેના જીવનની બધી બાધાઓ અને ખરાબ સમયને દૂર થઇ જાય છે.

શમીનું ઝાડ ફક્ત શનિદેવને જ પ્રસન્ન નથી કરતું પરંતુ ગણેશજીને પ્રસન્ન થઇ જાય છે. આ જ કારણે ગણેશજીની પૂજામાં લીલી દુર્વા સિવાય શમીના પાંદડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર,કોઈ પણ શુભ અને જરૂરી કામ માટે ઘરની બહાર નીકળતા સમયે શમીના ઝાડને પ્રણામ કરીને નીકળવું જોઈએ. જેણાથી બધા નિષ્ફ્ળ કામ સફળ થાય છે.

શમીના ઝાડને લઈને એ પણ કહેવામાં આવે છે કે, જે ઘરમાં આ ઝાડ હોય છે તેના ઘર પરિવારમાં સભ્યો પર આવનાર સંકટોનો સંકેત આ ઝાડ જ આપી દે છે. તેથી જો તમે શનિદેવની કૃપા ઇચ્છતા હોય તો તમારા ઘરે શમીનું ઝાડ જરૂર લગાવો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.