હર હર શંભુ ગીત દ્વારા આખા દેશમાં પોતાનું આગવું નામ બનાવનારી ફરમાની નાઝનો પરિવાર નીકળ્યો લૂંટારુ, ભાઈની ધરપકડ, પપ્પા સાથે 7 લોકો ફરાર

શ્રાવણ મહિનામાં એક ગીત લોકોના મોઢા પર ખુબ જ રમતું જોવા મળ્યું હતું. એ ગીત હતું “હર હર શંભુ”, જેના શબ્દો અને ગીતનો અવાજ એટલો શાનદાર હતો કે આજે પણ લોકો એ ગીત ગાવાનું અને સાંભળવાનું પંસદ કરતા હોય છે, ત્યારે જયારે આ ગીતની ગાયિકા ફરમાની નાઝ વિશે લોકોને જાણવા મળતા જ તે પણ ખુબ જ વાયરલ થઇ ગઇ હતી અને ચર્ચામાં રહી હતી.

ત્યારે હવે ગાયિકાના પરિવાર સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. મેરઠની સરઘના પોલીસે નિર્માણાધીન સાઇટ્સ પરથી લૂંટ કરવાવાળી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી 8 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આ લોકોમાં એક ગાયિકા ફરમાની નાઝનો ભાઈ પણ છે. તો આ ગેંગના મુખિયા ફરમાનીના પિતા અને જીજાજી ફરાર છે.

આ મામલાનો ખુલાસો સોમવારના રોજ કરતા પોલિસે આઠેય બદમાશોને જેલમાં મોકલી દીધા હતા. આરોપીઓ પાસેથી હાલમાં જ ટેહરકી ગામમાંથી લૂંટવામાં આવેલા સળિયા પણ મળી આવ્યા છે. તો તેમની પુછપરછમાં સૃરપુરના હરા ગામની ટાંકીના નિર્માણ દરમિયાન લૂંટની ઘટના પણ કબૂલી છે. પોલીસને આ બાબતે સૂચના મળતા જ આ મોટી ગેંગ ખીરવાની નજીક કોઈ વારદાતને અંજામ આપવાની તૈયારીમાં હતા જેના બાદ નાકાબંધી કરવામાં આવી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા.

આ લૂંટમાં સામેલ પ્રખ્યાત ગાયિકા ફરમાની નાઝનો ભાઈ અરમાન પણ સામેલ છે. તેના ઉપરાંત બે ફરાર બદમાશોમાં તેના પિતા આરીફ અને તેના જીજા ઈર્શાદ પણ સામેલ છે. તેના પિતા અને ભાઈ આ ગેંગના મુખિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બદમાશોની નિશાનદેહી પર ટેહરકીથી લૂંટવામાં આવેલા બે કવીન્ટલ સળિયા મેળવી લીધા છે. પકડાયેલા આરોપીઓને જેલમાં મોકલી દીધા છે અને ફરાર આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.

Niraj Patel