ટીવી પર સીધી સાદી સંસ્કારી છોકરીનો રોલ પ્લે કરનારી શમા સિકંદર હવે થઇ ગઇ છે ખૂબ જ બોલ્ડ, હૃદયના ધબકારા વધી જશે જુઓ PHOTOS
બોલિવુડ અને ટીવી અભિનેત્રી શમા સિકંદરનો આજે જન્મદિવસ છે. તે 40 વર્ષની થઇ ગઇ છે. તેણે વર્ષ 1998માં આવેલી ફિલ્મ “પ્રેમ અગન”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તે બાદ તેણે “મન”, “અંશ : ધ ડેડલી પાર્ટ” જેવી ફિલ્મોમાં કામ કર્યુ અને તે બાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી.
બોલિવૂડની અભિનેત્રી શમા સિકંદર (Shama Sikander) તેનાં ગ્લેમરસ અને બોલ્ડ ફિગરને લીધે ઘણી વાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ગ્લેમરસ તસવીરો તો ક્યારેક વીડિયો દ્વારા શમા સિકંદર ઇન્ટરનેટ પર સનસનાટી ફેલાવી દે છે.
અને એક વખત ફરી એક્ટ્રેસ એવું કરતાં નજર આવી છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેની કેટલીક ખુબજ સુંદર તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ અંદાજ નજર આવે છે. આ હિરોઈન એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ જ એક્ટિવ અને ફેમસ છે. તે હંમેશાં તેના હોટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે.
હાલમાં જ અભિનેત્રીએ તેના કેટલીક ફોટો શેર કર્યા છે. જે ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. એ તસ્વીરોમાં તે બિચ પર પોઝ આપતની નજર આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. આ પહેલીવાર નથી જ્યારે શમાએ પોતાના હોટ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે.
View this post on Instagram
વર્ષ 2003માં શમા સિકંદરે ટીવી શો “યે મેરી લાઇફ હે”થી એન્ટ્રી કરી હતી અને આ ધારાવાહિકથી તેને ઘરે ઘરે ઓળખ મળી. શમાએ બેટીવાલા હાઉસ નં 43 અને જોડી કમલ કી હે જેવા શોમાં કામ કર્યુ છે. તેની સાદગી અને સહજતા પર તેના લાખો ચાહકો છે.
View this post on Instagram
વર્ષ 2008માં તેણે ફરી બોલિવુડમાં કામ કર્યુ. ફિલ્મ “ધૂમ ધડાકા”થી વાપસી કરી પરંતુ તે કંઇ કમાલ ન બતાવી શકી. તે ફરી ટીવી દુનિયામાં આવી ગઇ. શમાએ વર્ષ 2009માં ફરીથી લોકોનું દિલ જીતી લીધુ. છેલ્લે તેને ટીવી શોમાં બાલવીરમાં પરીનું પાત્ર નિભાવ્યુ હતુ.
View this post on Instagram
શમાએ તે બાદ ફિલ્મો અને ટીવીથી દૂરી બનાવી લીધી. તેને કામ મળવાનું બંધ થઇ ગયુ. વર્ષ 2019માં તે ફિલ્મ “બાયપાસ રોડ”માં નજર આવી હતી. લાંબા સમય બાદ શમા સિકંદરનો બદલાયેલો લુક જોઇ બધા હેરાન હતા. ટીવી પર એક સીધી, સાદી અને સિંપલ દેખાવવાવાળી આ અભિનેત્રી ખૂબ જ બોલ્ડ થઇ ગઇ છે.
View this post on Instagram
શમા સિકંદરનો જન્મ રાજસ્થાનના મકરાનામાં થયો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે લગભગ પાંચ વર્ષ પહેલા શમા મૈનિક ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ હતી. જે બાદ તેના બોયફ્રેન્ડે મેડિકલ હેલ્પ લેવાની સલાહ આપી હતી. શમાએ મેડિકલ હેલ્પ લીધી અને હવે તે બિલકુલ સ્વસ્થ છે.
View this post on Instagram
ઘણા લોકોએ શમાનો બદલાયેલો લુક જોઇ કહ્યુ હતુ કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તેણે સોશિયલ મીડિયા પર 10 યર ચેલેન્જ લીધુ અને ત્યારની અને હવેની તસવીર પણ શેર કરી હતી. શમાએ આઇએએનએસને આપેલ ઇન્ટરવ્યુમાં પ્લાસ્ટિક સર્જરી વાળા આરોપોને નકાર્યા હતા.
View this post on Instagram
શમા સિકંદર હવે પહેલા કરતા ઘણી ખૂબસુરત અને બોલ્ડ જોવા મળે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તે તેની આ ખૂબસુરતીનો રાઝ યોગાને માને છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ચાહકોને હક્કા બક્કા કરતી રહે છે.
View this post on Instagram