હની સિંહની પત્ની શાલિનીએ માંગ્યું અધધધધધધ કરોડનું વળતર, રકમ જાણીને આંખો ફાટી જશે

હની સિંહ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પત્નીએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ આ મામલો આગળ વધતો જઇ રહ્યો છે. એવામાં ઘરેલુ હિંસાથી મહિલા સંરક્ષણ અધિનિયમ અંતર્ગત હની સિંહની પત્ની શાલિનીએ રૈપર પાસેથી 10 કરોડ વળતરની માંગ કરી છે. રૈપરની પત્નીએ કહ્યુ છે કે, તેમની સાથે જાનવરની જેમ વર્તાવ કરવામાં આવ્યો.

તીસ હજારી કોર્ટની મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ શાલિનીએ તેનો કેસ દાખલ કરાવ્યો છે. જયાં આ મામલે હની સિંહને 28 ઓગસ્ટ સુધી તેનો જવાબ દાખલ કરાવવાનો છે. ઝી ન્યુઝની તાજા ખબર અનુસાર, શાલિની તલવારે 10 કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ છે. શાલિનીએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, હની સિંહના બીજા મહિલાઓ સાથે પણ સંબંધ છે.

શાલિનીનું કહેવુ છે કે, સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો આવ્યા બાદ જ હની સિંહ ગભરાઇ ગયા હતા અને તેમની સાથે મારપીટ પણ કરી હતી. તાનિયા સિંહે એક નોટિસ જારી કરતા કહ્યુ કે, પતિ-પત્ની વચ્ચે જે પણ પ્રોપર્ટી છે તેમાં હવે હની સિંહ કોઇ પણ પક્ષને ન જોડે. આ સાથે જ તે પત્નીના બધા ઘરેણા પણ તેમની સામે પેશ કરે. હની સિંહની પત્નીનું કહેવુ છે કે, તેમને છેલ્લા 10 વર્ષથી ખરાબ રીતે ઘરમાં રાખવામાં આવતી.

તેમની પત્નીનું કહેવુ છે કે, તેમનું માનસિક, શારરીક અને ભાવનાત્મક શોષણ થયુ છે. શાલિનીએ પોતાની વાત બધાની સામે રાખતા જણાવ્યુ કે, હની સિંહ તેમના લગ્નને મહત્વ આપતા ન હતા. જયાં તેઓ લગ્નની રિંગ પણ પહેરતા ન હતા.

તમને જણાવી દઇએ કે, 10 વર્ષના પ્રેમ બાદ 14 માર્ચ 2010ના રોજ બંનેના ઘરવાળાની મરજીથી સગાઇ થઇ હતી અને 23 જાન્યુઆરી 2011માં બંનેએ પરિવારની હાજરીમાં સરોજની નગરના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. હિરદેશ સિંહ ઉર્ફ હની સિંહને મ્યુઝિકથી શરૂઆતથી જ પ્રેમ હતો આ કારણે શાલિનીએ તેનો હંમેશા સાથ આપ્યો.

શાલિની અને હની સિંહ હનિમુન માટે મોરીશસ પહોચ્યા તો શાલિનીને અહેસાસ થયો કે હની સિંહનો વ્યવહાર બદલાયેલો છે. તેના બદલાયેલ વ્યવહારને લઇને શાલિનીએ હોટલમાં હની સિંહ સાથે વાત કરી અને જેવી જ શાલિનીએ હની સિંહને સવાલ કર્યો તો તે ગુસ્સે થઇ ગયો અને શાલિનીને બેડ પરથી ધક્કો માર્યો અને કહ્યુ કે, સવાલ કરવાની હિંમત કેવી રીતે થઇ.

Shah Jina