ખબર

ગુજરાતના આ દિગ્ગજ નેતાના માતૃશ્રીનું નિધન, Tweet કરીને દુઃખ વ્યક્ત કર્યું- વાંચો સમગ્ર અહેવાલ

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું મંગળવારના રોજ નિધન થયું છે. શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરીને પોતાની માતાના નિધનના સમાચાર આપ્યા હતા.

તેમને ટ્વીટ કરીને લખ્યું – આજે મારા જીવનમાં સૌથી મોટી ખોટ પડી છે. મારી માનું નિધન થયું છે. મને પુરો વિશ્વાસ છે કે મારા બધા જ શુભચિંતકોની સંવેદના મારા પરિવાર સાથે છે. કોરોનાના રોગચાળાને કારણે પ્રાર્થના છે કે કોઈ પણ રૂબરૂમાં મળવા ન પધારે.

નોંધનીય છે કે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. અને ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી પણ લડી રહ્યા છે. હાલમાં તેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.