શક્તિમાન! આ તો આપણા સૌની ફેવરેટ સિરિયલ હતી. શક્તિમાન પહેલો એવો સુપરહીરો હતો કે જે દુશ્મનોનો નાશ પણ કરતો અને દરેક એપિસોડમાં બાળકોને એક નવી શીખ પણ આપી જતો. એ જ કરતાં હતું કે બધા જ બાળકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવતી હતી.

બાળકો આ સિરિયલ જોવા માટે ચૂપચાપ શાંતિથી ટીવી સામે આ સીરિયલના સમયે ગોઠવાઈ જતા અને સાથે ટીવી ન જોવા માટે ટોકતા માતાપિતા પણ બાળકોને આ શો જોવાથી રોકતા નહિ. શક્તિમાન એ સમયે જેટલો લોકપ્રિય હતો એટલો જ લોકપ્રિય આજે પણ છે. તેના કેટલાય ડાયલોગ્સ આજે પણ બધાને યાદ હશે. તો ચાલો આજે જોઈએ શક્તિમાનના પાત્રો કેવા દેખાય છે.
ગંગાધર – શક્તિમાન – મુકેશ ખન્ના

શક્તિમાનમાં ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રીનું પાત્ર મુકેશ ખન્નાએ ભજવ્યું હતું. આ સીરિયલમાં ગંગાધર જ શક્તિમાન હતા. મુકેશ ખન્ના મહાભારત પછી જયારે શક્તિમાનના રોલમાં ટેલિવિઝન પર પરત ફર્યા ત્યારે તેમનું આ પાત્ર બધાને ખૂબ જ પસંદ આવ્યું હતું. બાળકોમાં તો શક્તિમાનના પાત્રને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળ્યો હતો જેવો બીજા કોઈ માટે જોવા મળ્યો ન હતો.
ડૉ જૈકાલ – લલિત પરિમૂ

શક્તિમાન સીરિયલમાં તમરાજ કિલવિશ સિવાય એક બીજો વિલન હતો ડૉ જૈકાલ, જેની ભૂમિકા લલિત પરિમૂએ ભજવી હતી. શક્તિમાનમાં તેમના આ પાત્રના ખૂબ જ વખાણ થતા હતા. તેઓ હાલ 55 વર્ષના થઇ ચુક્યા છે અને તેઓએ ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે.
ગીતા વિશ્વાસ – વૈષ્ણવી મહાંત

શક્તિમાનની પ્રેમિકા ગીતા વિશ્વાસની ભૂમિકા ભજવતી વૈષ્ણવી મહાંત અત્યારે 45 વર્ષની થઇ ચુકી છે. શક્તિમાન સીરિયલમાં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું એ આજે પણ ઘણા લોકો તેમને ગીતા વિશ્વાસ કહીને બોલાવે છે. આ પછી તેઓ ઘણી ટેલિવિઝન સીરિયલમાં કામ કરી ચુક્યા છે. અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે.
સુરેન્દ્ર પાલ – તમરાજ કિલવિશ

શક્તિમાન સિરિયલનો ‘અંધેરા કાયમ રહે’ ડાયલોગ તો બધાને જ યાદ હશે. આ ડાયલોગ હતો તમરાજ કિલવિશનો, જે પાત્ર ભજવ્યું હતું સુરેન્દ્ર પાલે. તેમને તમરાજ કિલવિશનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. આ પછી તો તેમને ઘણી બોલિવૂડની ફિલ્મોમાં અને ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે. હાલ તેમની ઉંમર 67 વર્ષની છે.
અશ્વિની કાલસેકર – શલાકા

શક્તિમાનને પરેશાન કરવાવાળી કાળી બિલાડી શલાકા તો આપણને બધાને જ યાદ છે. અશ્વિની કાલસેકર શાલકાની ભૂમિકા ભજવતી હતી. અત્યારે અશ્વિની ૫૦ વર્ષની થઇ ચુકી છે અને તેઓએ ઘણી ટેલિવિઝન સિરિયલોમાં અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે તેમને અંધાધુન અને ઇમબા જેવી ફિલ્મોમાં જોવામાં આવ્યા છે.
ટોમ અલ્ટર – મહાગુરુ

શક્તિમાનને સાચો રસ્તો દેખાડવાવાળા મહાગુરૂની ભૂમિકા ભજવનાર પ્રસિદ્ધ અભિનેતા ટોમ અલ્ટર હતા. પણ દુઃખદ વાત એ છે કે આવા મહાન અભિનેતા 2017માં 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.