ખબર

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ પાસેથી 8 કરોડ લૂંટનારા ડોનનો ખતરનાક અંત, જુઓ તસવીરો

દેશના ઘણા પ્રતિષ્ઠિત અને ધનવાન લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી આપણે જોઈએ છીએ, આવી ધમકીઓ આપી અને કરોડો રૂપિયાની ખંડણી પણ કરવામાં આવતી હોય છે, અને પોતાનો જીવ બચાવવા માટે આવા અપરાધીઓને પૈસા પણ આપતા હોય છે.

Image Source

આવો જ એક કિસ્સો અભિનેત્રી શિલ્પા શેટ્ટના પતિ રાજ કુન્દ્રા સાથે બન્યો હતો, રાજ કુન્દ્રા પણ આવી જ એક ઘટનાનો શિકાર થઈને એક અપરાધી શિવ શકિત નાયડુએ 7.80 કરોડ રૂપિયાની લૂંટ રાજ કુન્દ્રા પાસે ચલાવી હતી. લૂંટના આ હાઈપ્રોફાઈલ કેસની અંદર શિવ શક્તિ નાયડુએ 6 વર્ષની જેલ પણ ભોગવી હતી, જેલમાંથી છૂટ્યા બાદ પણ તે વિવિધ અપરાધોમાં સંળોવાટો રહ્યો અને પોલીસ તેને શોધતી રહી, છેવટે પોલીસના હાથમાં આવી જતા તેને એન્કાઉંટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અપરાધી નાયડુ ગયા સોમવારની રાત્રે એક ફોર્ચ્યુનર ગાડીની ચોરી કરી હતી, ગાડીની ચોરી કર્યા બાદ તે કાંકરખેડા સ્થિત આર કે સીટી કોલોનીમાં એક સૈનિકના ખાલી પડેલા ફ્લેટમાં છુપાઈ રહ્યો હતો. મંગળવારની સાંજે સદા ચાર વાગ્યાની આસપાસ બહાર ઉભી ચોરીની ગાડી ઉપર નજર પડતા જ પોલીસે નાયડુને આ ફ્લેટની અંદર જ ઘેરી લીધો હતો, પોલીસના જણાવ્યા અનુસાર 30 મિનિટ સુધી તેમની નાયડુ સાથે મુઠભેડ ચાલી હતી આ દરમિયાન પોલીસની ગોળી નાયડુની છાતીમાં જ વાગી હતી અને તે ત્યાં જ ઢાળી પડ્યો હતો.

Image Source

આ મુઠભેડમાં તેનો એક સાથી રવિ ઉર્ફે ભૂરા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ મુઠભેડમાં એક પોલીસ કર્મીને પણ ગોળી વાગી હતી, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સારી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.  નાયડુ છેલ્લા ઘણા વર્ષથી અપરાધની દુનિયામાં હતો, તેને ઘણા બધા અપરાધો કર્યા છે.

Image Source

નાયડુ તેના સાથી મિત્રો પણ તેને જો તેના કામમાં સાથ આપવાની ના પડે તો તેમની પણ હત્યા કરી દેતો હતો, પોલીસે નાયડુ પાસેથી એક 9 એમએમ ઈંગ્લીશ કાર્બાઇન અને ડબલ બેરલ બંધુક 12 બોર મળી આવ્યા હતા. સાથે જ તેને ચોરી કરેલી ફોર્ચ્યુનર કાર પણ મળી આવી હતી.

Image Source

નાયડુના પિતા બાબુલાલ દક્ષિણ ભારથી આવીને દિલ્હીમાં વસ્યા હતા, બાબુલાલ કપડાંનું કામકાજ કરતા હતા નાયડુ પણ શરૂઆતમાં તેમની સાથે જ કામ કરતો હતો પરંતુ ધીમે ધીમે તે આ અપરાધના ધંધામાં જોડાતો ગયો અને માત્ર 35 વર્ષની ઉંમરે જ તે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.