ખબર

હોસ્પિટલનું બિલ ના જમા કરાવનાર ઘરડી વ્યક્તિને બાંધી દેનારી હોસ્પિટલ પર એવું પગલું ભરવામાં આવ્યું કે જાણીને હોંશ ઉડશે

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે, અને મોટાભાગના લોકો પાસે નાણાં રહ્યા નથી, આ સમય ખુબ જ કપરો છે એવામાં ઘર ચલાવવા માટેના પૈસા જો ના મળતા હોય તો પછી હોસ્પિટલના અચાનક આવી પડેલા ખર્ચ માટે શું કરી શકાય?

આવો જ એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો જ્યાં મધ્યપ્રદેશના શાજાપૂરના સીટી હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો જેમાં એક ઘરડી વ્યક્તિને હોસ્પિટલનું બિલ ભરવા માટેના પૂરતા નાણાં ના હોવાના કારણે તેને હોસ્પિટલમાં જ બેડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જવાબદાર અધિકારીઓ સુધી પણ આખો મામલો પહોંચ્યો હતો ત્યાર બાદ જિલ્લા પ્રસાશન દ્વારા સોમવારે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને તેનું રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલના પ્રબંધક વિરુદ્ધ કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમજ તે ઘરડી વ્યક્તિને બીજી હોસ્પિટલમાં ભરતી કરાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 60 વર્ષના લક્ષ્મીનારાયણ દાંગી પેટમાં તકલીફ હોવાના કારણે 1 જૂનના રોજ શાજાપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, તેમને આરામ થઇ જતા તેઓએ  ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ હોસ્પિટલના બિલના 11 હજાર રૂપિયા ના ભરી શકવાના કારણે હોસ્પિટલના સ્ટાફે તેમને બેડ સાથે જ બાંધી દેવાની ફરિયાદ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.