‘જીવનમાં અંધારુ થઇ ગયુ…’ તારક મહેતા ફેમ શૌલેશ લોઢા પર તૂટ્યો દુખોનો પહાડ; નજીકના આ વ્યક્તિનું નિધન, જાણો સમગ્ર વિગત
પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અભિનેતાએ જણાવ્યું કે તેમના પિતાનું નિધન થઈ ગયું છે. ચાહકો પણ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શૈલેષ લોઢાએ ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેર કરી લખ્યું- ‘હું જે કંઈ પણ છું…તમારો પડછાયો છું…
આજે સવારના સૂર્ય એ દુનિયાને પ્રકાશિત કરી પરંતુ અમારા જીવનમાં અંધકાર છવાઈ ગયો…પપ્પાએ દેહ ત્યાગી દીધો… આંસુઓની ભાષા હોતી તો કંઈક લખી શકતો.. એકવાર ફરીથી કહી દો ને બબલુ.’ શૈલેષ લોઢાની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ રહ્યા છે. અભિનેતાની આ પોસ્ટ પર, ‘તારક મહેતા’માં શ્રીમતી રોશનની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ લખ્યું, ‘ઓમ શાંતિ, કૃપ્યા ધ્યાન રાખો.’, જ્યારે કોમલ હાથીનું પાત્ર નિભાવતી અંબિકા રંજનકરે પણ અભિનેતાની પોસ્ટ પર કમેન્ટ કરી.
તેણે લખ્યું – ‘ઓમ શાંતિ’. એક રીપોર્ટ અનુસાર, શૈલેશ લોઢાના પિતા શ્યામ સિંહની બંને કિડનીઓ ખરાબ હતી, એક અઠવાડિયામાં તેમનું ત્રણ વખત ડાયાલિસિસ થતુ હતુ. તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢા લોકપ્રિય શો TMKOCમાં તારક મહેતાના રોલ માટે જાણીતા છે. જો કે, તેમણે વર્ષ 2022 માં લાંબા સમયથી ચાલતો શો છોડી દીધો હતો.