‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢા પર દુઃખોનો પહાડ ત્યારે તૂટી પડ્યો જ્યારે તેમના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતા અને કવિએ પોતે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી.
ત્યારે પિતાના નિધન બાદ અભિનેતાએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાનનો એક વીડિયો પણ તેમણે શેર કર્યો, જેમાં પિતાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવાથી લઈને તેમના અંતિમ સંસ્કાર સુધી તમામ ક્ષણો સામેલ છે.
આ હૃદયસ્પર્શી વીડિયો સાથે અભિનેતાએ લખ્યું કે, ‘જે ખભા પર બેસી દુનિયા જોઇ, આજે મારા ખભા પર બેસી તે દુનિયા છોડી ચાલ્યા ગયા, હું જાણું છું પપ્પા, તમે ઉપર પણ મુસ્કુરાહટ શેર કરી રહ્યા હશો…’. જણાવી દઇએ કે, આ દરમિયાન શૈલેષ લોઢાએ માથા પર નારંગી રંગની પાઘડી બાંધી હતી અને સફેદ રંગનો કુર્તો પાયજામા પહેર્યો હતો.
View this post on Instagram