ટીવીનો સૌથી લાંબો ચાલનારો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાઇ ચૂક્યો છે. આ શોના એક બાદ એક ઘણા કલાકારો શો છોડી જઇ ચૂક્યા છે, જેમાંથી એક છે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા. જૂના તારક સાહેબે 6 મહિના પહેલા શો છોડ્યો હતો ત્યારે ખૂબ હંગામો મચી ગયો હતો. તેમના શો છોડવા પર દલીલો આપવામાં આવી હતી અને પોતે અસિત મોદીએ પણ કહ્યુ હતુ કે જે જવા માગે તેને ભલા કોણ રોકી શકે.
ત્યાં શૈલેષ લોઢાએ પણ પાછળ વળી નથી જોયુ. ત્યારે હવે ખબર છે કે શૈલેષ લોઢાનું લાખોમાં પેમેન્ટ હજી બાકી છે. શૈલેષ લોઢા છેલ્લા 15 વર્ષથી શો સાથે જોડાયેલા હતા અને તેમના રોલને અને અભિનયને પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ શોથી શૈલેષ લોઢાને ઘણી પોપ્યુલારિટી પણ મળી, પણ હવે એવી ખબર છે કે શૈલેષ લોઢાએ જ્યારથી શો છોડ્યો છે તેમને પાછળનું કેટલુક પેમેન્ટ નથી કરવામાં આવ્યુ.
હવે શોને અલવિદા કહ્યાને પણ 6 મહિનાથી વધાર સમય વીતી ચૂક્યો છે અને હજુ સુધી તેમને બાકીના પૈસા મળ્યા નથી. આ રકમ લાખોમાં છે. હવે આ વાતમાં કેટલીક હકિકત છે એ તો શોના મેકર્સ કે શૈલેષ લોઢા પોતે જ જણાવી શકે છે. જણાવી દઇએ કે, જૂના અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ પણ અસિત મોદી પર બાકી પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તે ઘણા વર્ષો સુધી શોનો ભાગ રહી,
પણ લોકડાઉન ખુલ્યા બાદ જ્યારે શો શરૂ થયો તો તેણે વાપસી ન કરી. જે બાદ એક ઇન્ટરન્યુમાં તેણે જણાવ્યુ કે તેને પરેશાન કરવામાં આવી રહી હતી અને મહેનતના પૈસા પણ આપવામાં નહોતા આવ્યા. રીપોર્ટ્સ અનુસાર તેના કુલ 40 લાખ બાકી છે. ત્યાં મેકર્સ સાથે નારાજગીને કારણે શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો અને તેમનું પણ પેન્ડિંગ પેમેન્ટ તેમને નથી આપવામાં આવ્યુ.