Surat માં ફેસિયલ કરાવવા ગયેલી તરૂણી સાથે શાહરુખે કરી ખુબ જ વિકૃત હરકત, તરૂણીની માતા પણ…
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ અને યુવતિઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરતના વેસુમાં જાવેદ હબીબ સલુનમાંથી એક સગીરા સાથે છેડતીની ઘટના સામે આવી છે. વાળ કપાવવા અને ફેસિયલ કરાવવા આવેલી 17 વર્ષિય સગીરા સાથે હેર સેલુનના કર્મચારીએ જ અડપલા કરી તેની છેડતી કરી હતી.

સગીરા સાથે હેર સલૂનના કર્મચારીએ કરી છેડતી
સગીરાની માતા હેર સેલુનમાં બેઠી હતી અને ત્યારે આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડી કિશોરી સાથે અડપલા કર્યા. આ મામલે સગીરાની માતાએ વેસુ પોલીસમાં ફરિયાદ આપી જે આધારે પોલીસે શાહરુખની સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને ધરપકડ કરી.

માતાએ નોંધાવી પોલિસમાં ફરિયાદ
જાવેદ હબીબ સલૂન વેસુ વીઆઇપી રોડ પર આવેલ છે. આ હેર સલૂનમાં કોઇ પણ લેડીઝ પણ નહોતી. આરોપી શાહરુખ અઢી વર્ષથી હેર સલુનમાં કામ કરતો હતો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં