મનોરંજન

જ્યારે શાહરુખ ખાને ગૌરીને કહ્યું હતું,’બુરખો પહેરો અને નમાજ પઢો’ આ જોઈને હેરાન રહી ગયો હતો ગૌરીનો પરિવાર

જ્યારે શાહરૂખ સાથે લગ્ન થતા જ સંભળાવ્યો બુરકા પહેરવાનો હુકમ, આગળ જે થયું એ જોઈને ચકિત થઇ જશો

બોલીવુડના કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની જોડી બોલીવુડમાં રોમેન્ટિક અને આઇડલ જોડી માનવામાં આવે છે. શાહરૂખે વર્ષ 1992 માં આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થયા પહેલા ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે શાહરુખના લગ્ન સમયે ગૌરીના પરિવારના લોકો ધર્મને લીધે ખુબ ચિંતામાં રહેતા હતા અને શાહરૂખે ગૌરીને બુરખો પહેરવા અને નમાજ પઢવા માટેનું કહ્યું હતું. આવો તો તમને જણાવીએ શાહરુખ-ગૌરી સાથે જોડાયેલો આ કિસ્સો.

Image Source

આ કિસ્સાનો ખુલાસો શાહરૂખે જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. શાહરૂખે કહ્યું હતું કે જ્યારે અમારા લગ્ન થયા ત્યારે ગૌરિનો પરિવાર ખુશ ન હતો. તેઓ ખુબ જ પહેલાની જૂની વિચાર-સરણી વાળા હતા. જો કે શાહરુખ તેઓના વિચારોનું સન્માન પણ કરતા હતા.

Image Source

લગ્ન થવામાં સૌથી મોટી અડચળ બંન્નેનો અલગ-અલગ ધર્મ હતો. ગૌરીના પરિવાર સામે શાહરુખ 5 વર્ષ સુધી હિન્દૂ બનીને પણ રહ્યા હતા અને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવા પછી લગ્ન શક્ય બન્યા હતા.

Image Source

શાહરૂખે કહ્યું કે,”જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે અમુક લોકો કહી રહ્યા હતા કે છોકરો મુસ્લિમ છે. શું તે છોકરીનું નામ બદલાવી નાખશે? શું ગૌરી મુસ્લિમ બની જશે?” જો કે તે સમયે શાહરૂખે મજાકન મૂડમાં ગૌરીને કહ્યું કે ગૌરી આજથી માત્ર બુરખો જ પહેરશે અને અને નમાજ પણ પઢશે અને તેનું નામ બદલીને આયશા કરી દેવામાં આવશે. શાહરૂખનું આવું કહેવા પર દરેક હાજર લોકો હેરાન જ રહી ગયા હતા. જો કે અમુક સમય પછી શાહરૂખે જ જણાવી દીધું કે તે માત્ર મજાક કરી રહ્યા છે અને પૂરો પરિવાર હસવા લાગ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે શાહરુખ અને ગૌરી એકબીજાના ધર્મનું પૂરું સન્માન કરે છે. બંન્નેએ ક્યારેય પણ ધર્મના રિવાજો એકબીજા પર થોપ્યા નથી. બંન્ને હંમેશા એકબીજાનું સન્માન કર્યું છે.

Image Source

આ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે શાહરુખને ગૌરી સાથે ત્રણ વાર લગ્ન કરવા પડ્યા હતા. મીડિયાના રિપોર્ટના આધારે શાહરૂખે ગૌરી સાથે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને 26- ઓગસ્ટ 1991 ના રોજ મુસ્લિમ ધર્મથી અને 25-ઓક્ટોબરના રોજ હિન્દૂ રિવાજની સાથે લગ્ન કર્યા હતા.