હાલમાં તો કોરોના વાયરસની અસર એવી ખતરનાક ચાલી રહી છે કે સામાન્ય માણસોથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ હેરાન છે, જો કે હવે લોકડાઉંનમાં છૂટ તો મળી જ ગઈ છે, પરંતુ ઘરની બહાર ખતરો પણ એટલો જ વધી ગયો છે. લોકડાઉન દરમિયાન બોલીવુડના ઘણા નવા નવા કિસ્સઓ જાણવા મળ્યા, અને સોશિયલ મીડિયા ઉપર આવા કિસ્સાઓ ખુબ જ વાયરલ પણ થયા હતા. એવો જ એક કિસ્સો શાહરુખ અને ગૌરી ખાન સાથે જોડાયેલો હતો.

શાહરુખ ખાન ગૌરીના લગ્નને 28 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આ બનેંને બોલીવુડના એક આઇડિયલ કપલ પણ માનવામાં આવે છે. ઘણા પ્રસંગોમાં આપણે પણ આ બાણેનનો પ્રેમ જોયો છે. ગૌરીએ હિન્દૂ હોવા છતાં પણ મુસ્લિમ અભિનેતા શાહરુખ ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે લગ્ન બાદ શાહરૂખે પોતાની પત્ની ગૌરીને નમાજ પઢવા અને બુરખો પહેરવા માટે કહ્યું હતું?

શાહરુખ જયારે ફિલ્મોમાં ઝળખ્યો પણ નહોતો એ પહેલાથી તે ગૌરીને ચાહવા લાગ્યો હતો આ બંને 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યું અને પછી બંનેએ લગ્ન કરી લીધા. જો કે આ બંને અલગ અલગ ધર્મોના હોવાના કારણે લગ્નમાં થોડી મુશ્કેલીઓ પણ આવી છતાં બંને જીવનભરના સંબંધમાં બંધાઈ જ ગયા.

આ બંનેના એક વાર નહિ પરંતુ ત્રણ વાર લગ્ન થયાની વાતો પણ ચર્ચાય છે જેમાં એક વાર બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા, બીજીવાર મુસ્લિમ રિવાજ મુજબ નિકાહ પઢવામાં આવ્યો અને ત્રીજીવાર હિન્દૂ રીત રિવાજો પ્રમાણે બંનેએ લગ્ન કર્યા હતા.

એક ઇન્ટરવ્યૂની અંદર શાહરૂખે કહ્યું હતું કે: મને યાદ છે જયારે અમારા લગ્ન થયા હતા તો ગૌરીનાં ઘણા સંબંધીઓ ખુશ નહોતા. જૂની વિચારધારાના લોકો હતા. હું તેમને અને તેમની વિચારધારાનું સન્માન કરું છું. હું જયારે ત્યાં પહોંચ્યો ત્યારે તે લોકો વાત કરતા હતા….’હમમ. મુસ્લિમ છોકરો, શું છોકરીનું નામ પણ બદલશે? શું તે મુસ્લિમ બની જશે?”

એ સમયે શાહરૂખે પણ કહ્યું કે: “ગૌરીને નમાજ પઢવા માટે કહેવામાં આવ્યું છે અને ગૌરીને બરૂખો પણ પહેરવો પડશે, મારુ આટલું બોલાવની સાથે જ બધા શાંત થઇ ગયા હતા.”

શાહરૂખે એમ પણ કહ્યું કે તે બધા જ લોકો પંજાબીમાં વાતો કરી રહ્યા હતા અને મેં એ સમયે ગૌરીને કહ્યું કે ચાલ ગૌરી બુરખો પહેરી લે અને નામજ પઢવાનું શરૂ કર, બધા લોકો વિચારી રહ્યા હતા કે શાહરૂખે ગૌરીનો ધર્મ પહેલાંટી જ બદલાવી દીધો છે.

જો કે શાહરૂખે આ બધી જ વાતો મઝાકમાં કહી હતી. અને ત્યારબાદ બધા ખુબ હસ્યાં હતા.