મનોરંજન

શાહરુખ ખાનના કારણે ઐશ્વર્યા રાયને ધોવા પડ્યા હતા ઘણી બધી ફિલ્મોમાંથી હાથ, ઐશ્વર્યાએ જ કર્યો હતો ખુલાસો

બોલીવુડની સૌથી સુંદર અભનેત્રી ઐશ્વર્યા રાયે ગઈકાલે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે દુનિયાભરમાંથી તેના ચાહવા વાળાઓએ શુભકામના પાઠવી. ઐશ્વર્યાએ તેના ફિલ્મી કેરિયરમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ બધામાં એક એવો સમય પણ આવ્યો જ્યારે ઐશ્વર્યાને ફિલ્મોમાંથી બહાર પણ કરવામાં આવી હતી. આ વાતનો ઉલ્લ્લેખ તેને જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

Image Source

પોતાની કેરિયરના શરૂઆતના દિવસોમાં બોલીવુડના કિંગખાન શાહરુખ ખાને જ તેને ફિલ્મોમાંથી બહાર કરાવી હતી. આ વાત શાહરુખ ખાને પણ સ્વીકરી હતી. અભિનેત્રી સિમી અગ્રવાલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ પણ આ વાતને જાહેર કરી હતી. આ ઇન્ટરવ્યૂ તેની કેરિયરના શરૂઆતના દિવસોનો છે. જ્યારે તે પોતાની ઓળખ બનવાવમાં લાગેલી હતી. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેને ઘણી ફિલ્મોમાંથી બહાર કાઢવામાં આવી હતી.

Image Source

પહેલા “વીર-ઝારા” ફિલ્મમાં ઐશ્વર્યાને લેવાની હતી પરંતુ છેલ્લા સમયે તેને રિપ્લેસ કરી દેવામાં આવી. ઐશ્વર્યાએ કહ્યું કે: “હું કેવી રીતે આ સવાલનો જવાબ આપી શકું છું. હા, એ સમયે એક બે ફિલ્મો વિશે વાત થઇ હતી કે અમે સાથે કામ કરીશું. અને પછી અચાનક કોઈપણ જાતના સ્પષ્ટીકરણ વગર બહાર થઇ ગઈ. આનો જવાબ મારી પાસે ક્યારેય નહોતો કે આવું કેમ થયું?”

Image Source

શાહરુખ ખાને પણ એક ઇન્ટરવ્યૂમાં અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે: “તે ઐશ્વર્યાના અંગત જીવનમાં વધારે સક્રિય બની ગયો હતો. જે તેને નહોતું થવાનું. ” ઐશ્વર્યાએ આ વાતના જવાબમાં જણાવ્યું હતું કે: “મેં ક્યારેય કોઈ ફિલ્મ માટે ના નહોતી પાડી.” ઘણા બધા મોટા પ્રોજેક્ટમાંથી બહાર થયા બાદ ઐશ્વર્યા ખુબ જ તૂટી ચુકી હતી.

Image Source

આગળ ઐશ્વર્યા જણાવે છે કે: “જુઓ, એ સમયે જયારે તમને કોઈ સ્પષ્ટિકરણ નથી આપતું તો તમે દુઃખી અને હેરાન થઇ જાવ છો.” ઐશ્વર્યા જણાવે છે કે: “મેં ક્યારેય શાહરુખને આ વિશે નથી પૂછ્યું. કારણ કે એ મારા સ્વભાવમાં નથી. જો કોઈ વ્યક્તિને આને સમજાવવાની જરીરુયાત અનુભવાય છે તો તે કરશે. જો તેમને ક્યારેય નથી કર્યું તો તેમની ઈચ્છા ક્યારેય નહીં હોય એટલા માટે સવાલ ઉઠાવવો મારા સ્વભાવમાં નથી કે શું અને કેમ?. હું કોઈ વ્યક્તિ પાસે નહીં જાઉં અને પૂછીશ કે કેમ થયું?”