ફિલ્મી દુનિયા

શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો અર્જુન રામપાલ ? રણબીર કપૂરનું પણ નામ આવી શકે છે સામે, જાણો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલામાં સામે આવેલું ડ્રગ્સ એન્ગલમાં અભિનેત્રીઓ બાદ હવે અભિનેતાઓ એનસીબીના નિશાના ઉપર છે. જેમાં હવે શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનું નામ પણ આવી રહ્યું છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાનને અર્જુન રામપલા ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે બંનેને “ઓમ શાંતિ ઓમ” અને “રા-વન” જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Image Source

શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેટમેન્ટના લોકો હાલમાં આ મામલામાં કંઈપણ કહેવાથી બચી રહ્યા છે. શાહરુખ હાલમાં દુબઈની અંદર આઇપીએલની મજા માણી રહ્યો છે ત્યારે તેનું નામ કથિત રૂપે ડ્રગ્સ મામલામાં આવતા હડકંપ મચી ગયો છે.

Image Source

એનસીબીની અંદર અંદરખાને તપાસ રાખનારા જણાવી રહ્યા છે કે આ મામલો એવો જ છે જેવો દીપિકા પાદુકોણની કથિત ચેટનો હતો.

Image Source

મંગળવારના રોજ સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકા પાદુકોણ સાથે કામ કરી ચૂકેલા ત્રણ સુપરસ્ટારની પૂછપરછ કરી શકે છે. આ અભિનેતાઓના નામ S,R અને Aથી શરૂ થતા હતા. ત્રણેય સ્ટારના નામ કથિત રીતે પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાદે લીધું હતું. સૂત્રો પ્રમાણે A નામનો અભિનેતા ડ્રગ્સ લેતો પણ હતો અને સંપર્કમાં આવેલા લોકોને ડ્રગ્સ આપતો પણ હતો.

Image Source

એનસીબી પાસે આ મામલાની જાણકારી છે કે શાહરુખ ખાનના ઘરે અર્જુન રામપાલ ડ્રગ્સ લઈને જતો હતો, પરંતુ હજુ તેમની પાસે આ બાબતને લઈને કોઈ પાક્કી સાબિતી નથી. જેમાં એનસીબી પાસે રણબીર કપૂર અને ડિનો મોરિયા વિરુદ્ધ પણ પાક્કી સાબિતી હોવાની વાત સૂત્રો દ્વારા કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.