અંકિતાની મોત ઉપર આખા શહેરમાં છવાયો શોકનો માહોલ, પોલીસ કસ્ટડીમાં હસતો જોવા મળ્યો આરોપી શાહરુખ

દેશભરમાં ઘણી યુવતીઓને એક તરફી પ્રેમમાં રહેલા પ્રેમીઓ દ્વારા પ્રતાડિત કરવાની, તેમના ચહેરા ઉપર એસિડ ફેંકવાની અને તેમના જાનથી મારી નાખવાની ઘટનાઓ સામે આવતી રહે છે, આવી જ એક ઘટનાએ હાલ ખુબ જ ચકચારી મચાવી છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શાહરુખ નામના વ્યક્તિએ અંકિતા નામની સગીરાને પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શાહરૂખે ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીર અંકિતાને બારીમાંથી પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી હતી, ત્યારબાદ અંકિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત બાદ તરત જ પોલીસે મૃતકનું નિવેદન લીધા બાદ આરોપી શાહરૂખને કસ્ટડીમાં લીધો હતો, પરંતુ પોલીસકર્મીઓ પણ આ તોફાની કૃત્ય જોઈને દંગ રહી ગયા હતા.

શાહરૂખને કસ્ટડીમાં લીધા બાદ તે હસતો જોવા મળ્યો હતો, જનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હત્યારા શાહરૂખના ચહેરા પર કોઈ પછતાવો નથી કે કોઈ અફસોસ નથી. 17 વર્ષની અંકિતાએ મૃત્યુ પહેલા વીડિયોમાં એ પણ રેકોર્ડ કર્યું છે કે કેવી રીતે આરોપી શાહરૂખે જેલની સજા ભોગવ્યા બાદ પણ અંકિતા અને તેના પરિવારને ફરીથી મારી નાખવાની ધમકી આપી હતી.

અંકિતાના મોતને કારણે સાંપ્રદાયિક તણાવ પણ શરૂ થયો છે, ત્યારબાદ દુમકામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઘટના બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ દુમકા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે.

દુમકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન નોંધ્યું હતું, જેને હવે તેના મૃત્યુ પહેલા પીડિતાના છેલ્લા નિવેદન તરીકે લેવામાં આવ્યું છે. વીડિયો સ્ટેટમેન્ટમાં મૃતક અંકિતાએ સ્પષ્ટપણે આરોપી શાહરૂખને કડક સજાની માંગ કરી છે.

દુમકામાં સોમવારે સવારે 17 વર્ષિય અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કડક સુરક્ષા હેઠળ તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.રવિવારે સવારે જ્યારે તેના મોતના સમાચાર આવ્યા ત્યારે દુમકામાં તંગદિલી છવાઈ ગઈ હતી. દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

પ્રદર્શનકારીઓએ કલાકો સુધી દુમકા-ભાગલપુર રોડ બ્લોક કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વીએચપી, બજરંગ દળ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ બજાર પણ બંધ કરાવ્યું હતું. તંગ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે.

દુમકાની અંકિતા પંચતત્વમાં વિલીન થઇ ગઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો શિકાર બનેલી અંકિતાના દર્દનાક મોતના સમાચારથી દુમકા સહિત સમગ્ર રાજ્યમાં લોકોમાં રોષ અને શોક બંને છે. સોમવારે તેના અંતિમ સંસ્કાર બેડિયા ઘાટ પર કરવામાં આવ્યા હતા. હવે અંકિતાનો દેહ પંચતત્વમાં વિલીન થઇ ગયો છે.

અંકિતાના દાદાએ અંકિતાના દેહને મુખાગ્નિ આપી હતી. અંકિતાના મોત પર લોકોએ દુમકામાં તમામ દુકાનો આપોઆપ બંધ કરાવીને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દુમકાની રહેવાસી અંકિતાને 22 ઓગસ્ટે શાહરૂખ નામના યુવકે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

Niraj Patel