“પઠાણ”ની સફળતા માટે બોલીવુડનો કિંગ શાહરુખ પહોંચ્યો વૈષ્ણોદેવી માતાના દરબારમાં, લોકોએ કહ્યું “ફિલ્મ આવે છે એટલે….” જુઓ વીડિયો

નવી ફિલ્મ માટે શાહરુખ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં ટેકવ્યું માથું, ઇન્ટરનેટ યુઝર્સ બોલ્યા, “બધું નાટક છે.”

પોતાની ફિલ્મોની સફળતા માટે કલાકારો મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા જઈને માથું ટેકવતા હોય છે. ત્યારે ઘણીવાર કેટલાક કલાકારો આમ કરવાના કારણે ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ અભિનેતા શાહરુખ ખાન પણ એ કારણે જ ચર્ચામાં છે. તેને પોતાની આવનારી ફિલ્મ પઠાણની સફળતા માટે માતા વૈષ્ણોદેવીના દરબારમાં માથું ટેકવ્યું હતું, જેના બાદ હવે લોકો તેને ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા.

માતા વૈષ્ણોદેવીના દરબારમાં દર્શન કરવા જતો શાહરુખ ખાનનો એક વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભારે સુરક્ષા વચ્ચે શાહરુખ ખાન રસ્તા પર ચાલીને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે ચઢાણ ચઢી રહ્યો છે. જ્યાંથી સામાન્ય માણસો પણ આવતા જતા જોવા મળે છે. શાહરૂખે આ દરમિયાન હૂડી પહેરી છે. જેના કારણે મોટાભાગના લોકો તેને ઓળખી પણ નથી શકતા.

ત્યારે હવે શાહરુખના આ વીડિયો વાયરલ થવા પર લોકો કોમેન્ટમાં તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું “આ નાટક ફક્ત ફિલ્મને હિટ કરવા માટે છે.” એક બીજા યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “આ લોકો ખબર નહીં શું બની જાય છે ? ફિલ્મ માટે કંઈપણ કરી લેતા હોય છે.” તો એક વ્યક્તિએ કટાક્ષમાં એમ પણ લખ્યું કે, “તમે કેટલા બે બાજુના છો ? આજે જરૂર પડી તો હિન્દૂ દેવી દેવતાઓના પગમાં પડી ગયા ? અમારા હિન્દૂ દેવી દેવતા અને હિન્દુસ્તાની લોકો તારા જેવા લોકોની હકીકત જાણી ચુક્યા છે. તો હવે કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે, તારી ફિલ્મ ફ્લોપ થશે. વંદેમાતરમ”

તમને જણાવી દઈએ કે “પઠાણ” જાન્યુઆરી 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર અને ઘણા પોસ્ટર પણ સામે આવી ચુક્યા છે. જેમાં શાહરુખ લાંબા વાંકડીયા વાળ અને જબરદસ્ત ફિટનેસ સાથે જોવા મળી રહ્યો છે. ટીઝરને લઈને ઇન્ટરનેટ પર શાહરુખ ખાન અને ચાહકો વચ્ચે જબરદસ્ત ટક્કર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે.

Niraj Patel