મનોરંજન

દિવાળી તિલક લગાવવા પર શાહરુખ ખાનને કહેવામાં આવ્યો ‘નકલી મુસ્લીમ’ પછી જે થઇ બબાલ- જાણો વિગત

દિવાળીના પવિત્ર તહેવાર પર લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના કલાકારોએ પણ ખુબ આનંદ-ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. એવામાં બોલીવુડના કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરુખ ખાન પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

દીવાળીના તહેવાર પર શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પત્ની ગૌરી ખાન અને દીકરા સાથેની તસ્વીર શેર કરી હતી, એવામાં તે એકવાર ફરીથી સમાજના લોકોના નિશાના પર આવી ગયા. આ તસ્વીરને લીધે શાહરુખ ખાનની ખુબ આલોચના કરવામાં આવી રહી છે. જો કે તેના બચાવમાં શબાના આઝમી આગળ આવી છે.

શાહરૂખે પરિવાર સાથે તસ્વીર શેર કરીની દરેકને દિવાળીની શુભકામના આપી હતી. શેર કરેલી તસ્વીરોમાં શાહરુખ અને તેના પરિવારે માથા પર તિલક કરેલું હતું જેને લીધે લોકોએ તેની આલોચના કરી હતી. મુસ્લિમ સમુદાયના ઘણા લોકોએ આવું કરવા પર શાહરુખની આલોચના કરી છે.

 

View this post on Instagram

 

#HappyDiwali to everyone. May your lives be lit up and happy.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

લોકોએ શાહરૂખને ફર્ઝી મુસ્લિમ(નકલી,ખોટો મુસ્લિમ) કહીને મુસ્લિમ સમુદાયના લોકોએ તેના પર ગુસ્સો કાઢ્યો છે. એવામાં એક યુઝરે તો કહ્યું કે આ ખુબ જ શરમની વાત છે કે મુસ્લિમ હોવા છતાં પણ શાહરૂખ હિંદુ કર્તવ્યો, રિવાજોનું પાલન કરી રહ્યા છે. જો કે શાહરૂખે આ વાતને ધ્યાનમાં ન લીધી પણ શબાના આઝમી ધર્મના નામે આ બાબતને સહન કરી શકી ન હતી.

એવામાં શબાના શાહરૂખની આવી નિંદાના બચાવવામાં આગળ આવી છે. શબાનાએ ટ્વીટર પર આ આલોચનાનો જવાબ આપતા કહ્યું કે,’શાહરુખ ખાનની દિવાળીની શુભકામનાઓથી ઇસ્લામવાદીઓને ગુસ્સો આવી ગયો છે, આ જોઈને મને દુઃખ થઇ રહ્યું છે. તેના તિલક લગાડવાથી તેને નકલી મુસલમાન કહેવામાં આવ્યા છે!જાઓ જઈને તમારું કામ કરો! ઇસ્લામ આટલો કમજોર નથી કે તે ધમકીથી ડરી જાય. આ એક સુંદર ભારતીય રિવાજ છે. ભારતની સુંદરતા તેના ગંગા-જમુના તહજીબમાં(तहजीब)છે.”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.