બાપ શાહરુખને જોતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો આર્યન, મમ્મીથી દીકરાની હાલત ન જોવાઈ તો માર્કેટમાંથી….જાણો વિગત

શાહરૂખનો લાડલો આર્યન ખાન સાથે જોડાયેલા આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કુલ 8 થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 4 હાઇ પ્રોફાઇલ આયોજકો સામેલ છે.

આ કંપનીને 2 થી 4 ઓક્ટોબર સુધી ક્રૂઝમાં યોજાયેલી પાર્ટી કરવાની જવાબદારી સોંપી હતી. વધુમાં મંગળવાર એટલે કે 5 ઓક્ટોબરના દિવસે અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક આર્યનનો મિત્ર તથા એક ડગ-પેડલર સામેલ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, કિંગ ખાન જલ્દી ફિલ્મ પઠાણ ફિલ્મમાં દેખાશે. છેલ્લા ઘણા વર્ષોથી આ અભિનેતા ફિલ્મમાં આવ્યો નથી. અને તેની છેલ્લી ઘણી ફિલ્મો ફ્લોપ નીવડી હતી. આ અપકમિંગ ફિલ્મમાં SRK મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખની ઓપોઝિટમાં દીપીકા જોવા મળશે. તો એક્ટ જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ખાસ વાત આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો નજર આવશે. શાહરુખ અને સલમાનના ચાહકો આ ફિલ્મ રીલીઝ થવાની ખૂબ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઈસ્મિત સિંહ: ઈસ્મિત દિલ્હીનો રહેવાસી છે. તેની ત્યાં અનેક હોટલ છે. ઈસ્મિત પાર્ટીનો શોખીન માણસ છે અને NCBને તેની પાસેથી 14 MDMAની ગોળીઓ મળી આવી હતી.

મોહક જયસ્વાલ: મોહક પણ દિલ્હીનો રહેવાસી છે. તે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો પ્રોફેશનલ છે. મોહકની પાસે વિદેશી વર્ક એક્સપિરિયન્સ પણ છે. એને મુંબઈના સ્થાનિક વ્યક્તિ પાસેથી ડગ ખરીદ્યું હતું અને પછી તેણે નૂપુરને આપ્યું હતું. કહેવાય છે કે નૂપુરે સેનિટરી પેડ્સમાં આ ડગ છુપાવી દીધું હતું. તે ક્રૂઝમાં મોહકને ડગ આપવાની હતી.

વિક્રાંત છોકર: વિક્રાંત પણ દિલ્હીનો જ છે.અને તે એક ડગ એડિક્ટ માણસ છે. તે અવારનવાર મનાલા ક્રીમ તથા ગોવા જઈને ડગ લે છે. NCBને વિક્રાંત પાસેથી 5 ગ્રામ મેફેડ્રોન, 10 ગ્રામ કોકેન મળી આવ્યું છે.

ગોમિત ચોપરા: આ વ્યક્તિ દિલ્હીમાં ફેશન મેકઅપ આર્ટિસ્ટ છે. દિલ્હીના ફેમસ સિતારા ગોમિતને મેકઅપ માટે બોલાવે છે. ભાગ્યે જ એવો કોઈ બ્રાઇડલ ફેશન શો હશે, જેમાં ગોમિતે મેકઅપ ના કર્યો હોય. ગોમિત આઇ લેન્સના બોક્સમાં ડગ લઈને આવ્યો હતો. તેની પાસેથી 4 MDMAની ગોળીઓ મળી આવી હતી

‘આજ તક’ના અહેવાલ પ્રમાણે, નૂપુર સારિકા મૂળ દિલ્હીની છે. તે પ્રાઇમરી સ્કૂલની શિક્ષક છે અને તેને અન્ય આરોપી મોહકે ડગ આપ્યું હતું. નૂપુરે આ ડગ સેનિટરી પેડ્સમાં છુપાવ્યું હતું અને તે રેવ પાર્ટીમાં આવી હતી.

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન કાર્ડેલિયા ક્રૂઝ પાર્ટી મામલે 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં છે. ત્યારે રોજ રોજ આર્યન ખાનને લઇને અલગ અલગ ખુલાસા થઇ રહ્યા છે. હવે તેના પેરેન્ટ્સ શાહરૂખ ખાન અને ગૌરી ખાન તેને મળવા ગયા હોવાની ખબર સામે આવી રહી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ગૌરી ખાન દીકરા આર્યન માટે બર્ગર લઇને ગઇ હતી.

NCBએ નિયમોને કારણે બર્ગર આર્યનને આપવાની હા પાડી ન હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, NCBની પરમિશન લઇને શાહરૂખ ખાન કેટલીક મિનિટો સુધી દીકરાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન આર્યન ઇમોશનલ થઇ ગયો હતો. શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડગ કેસ મામલે લાઇમલાઇટમાં છે. આ કેસ સાથે જોડાયેલ ઘણી અપડેટ મીડિયામાં આવતી રહે છે.

આ કેસમાં અત્યાર સુધી 12થી વધારે લોકોના ધરપકડની ખબર છે. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર હવે શાહરૂખ દીકરાને મળવા પહોંચ્યા છે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પિતા શાહરૂખ ખાનને જોઇ આર્યન રડી પડ્યો હતો. ખબરો હતી કે આર્યનની ધરપકડ બાદ તેના ઘરેેથી કપડા મોકલવામાં આવ્યા હતા પરંતુ જમવાનું NCBની મેસથી જ આવી રહ્યુ છે. રીપોર્ટ અનુસાર આર્યને તેનો નેજલ સ્પ્રે ઘરેથી મંગાવ્યો છે જેને રાખવાની ઇજાજત આપવામાં આવી હતી.

NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારના રોજ ડગ લેવાના આરોપમાં બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યન ખાન સાથે સાથે અન્ય 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં બે નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમાં એક નામ છે અરબાઝ મર્ચેંટ અને બીજુ નામ છે મુનમુન ધામેચા. અરબાઝ મર્ચેંટને તો આર્યન ખાનનો મિત્ર જણાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તે જ ક્રૂઝ પર આર્યન ખાનને લઇને આવ્યો હતો.

અરબાઝની તસવીરો આર્યન ખાનની બહેન સુહાના ખાન ઉપરાંત અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે પણ સોશિયલ મીડિયા પર છે. એવામાં વધારે લોકો એ જાણવા માંગે છે કે આખરે આ બંને ઉપરાંત ધરપકડ કરવામાં આવેલી યુવતિ મુનમુન ધામેચા છે કોણ ?

જણાવી દઇએ કે, મુનમુન ધામેચા 23 વર્ષની છે અને તે મુંબઇની નહિ પરંતુ મધ્ય પ્રદેશની રહેવાસી છે. તેના વિશે વધારે વિગત અથવા તો કોઇ જાણકારી નથી આવી પરંતુ એવું કહેવામાં આવે છે કે તે મધ્ય પ્રદેશના કોઇ મોટા બિઝનેસમેનની દીકરી છે. તે એક ફેશન મોડલ છે.

આ ફિલ્ડમાં હોવાને કારણે તે કદાચ મોટા મોટા સેલિબ્રિટીઓના સંપર્કમાં છે, એવું કહેવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર મુનમુનની ઘણા સેલેબ્સ સાથે તસવીરો છે. મુનમુન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

Shah Jina