બોલીવુડના કિંગ શાહરુખ ખાનની સુરક્ષામાં આવી મોટી ચૂક, 2 ગુજરાતી યુવકો મોડી રાત્રે બિલ્ડિંગના 3જા માળે પહોંચી ગયા અને પછી…

શાહરુખ ખાનના ઘર મન્નતની દીવાલ કૂદીને જબરદસ્તી ઘરમાં ઘૂસ્યા બે યુવક, પોલીસે કરી ધરપકડ

પોતાના મનગમતા કલાકારને મળવાનું દરેક વ્યક્તિને મન થતું હોય છે. બોલીવુડના સેલેબ્સના ચાહકો ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમની એક ઝલક જોવા માટે તેઓ આતુર બની જતા હોય છે, ત્યારે આવા કલાકારોના ઘરની બહાર પણ ચાહકોનો મેળવેલો જામેલો જોવા મળે છે. બોલીવુડના કિંગ એવા શાહરુખ ખાનનો પણ ચાહક વર્ગ ખુબ જ વિશાળ છે અને શાહરુખની એક ઝલક જોવા માટે તેના ઘર મન્નતની બહાર ચાહકોની મોટી ભીડ રોજ લાગે છે.

ત્યારે હાલ મુંબઈના બાંદ્રા સ્થિત શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બે યુવકો દિવાલ પર ચઢીને ‘મન્નત’માં પ્રવેશ્યા હતા. આ આ બંને યુવકો સુરતના હોવાનું સામે આવતા જ બંને ગુજરાતી યુવાનોને ગુરુવારે સવારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેઓ બહારની દિવાલ તોડીને શાહરૂખ કૂદીને બંગલા ‘મન્નત’માં પ્રવેશવામાં સફળ થયા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 21 થી 25 વર્ષની વયના યુવાનોને ફરજ પરના સુરક્ષા કર્મચારીઓએ બંગલાના પરિસરમાં પ્રવેશ્યા બાદ પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ગુજરાતથી આવ્યા છે અને અભિનેતાને મળવા માગે છે. અધિકારીએ જણાવ્યું કે, બે યુવકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ પેશકદમી અને અન્ય સંબંધિત કલમો માટે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વર્ષે જ કિંગ ખાને મોટા પડદા પર કમબેક કર્યું છે. તેની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મની કમાણીએ ભારતમાં 500 કરોડ અને વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો વટાવી દીધો છે. આ ફિલ્મને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે.

Niraj Patel