શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિનો પગાર જાણીને હોશ ઉડી જશે, સલમાનના શેરાથી પણ મોંઘો
ફિલ્મી કલાકારોને હંમેશા સુરક્ષાની જરૂર પડતી હોય છે, તે ક્યાંય પણ જાય ત્યારે ચાહકોના ટોળા તેમની આસપાસ ઘેરાઈ જતા હોય છે. ત્યારે આ ટોળામાંથી રસ્તો કરવાનું કામ તેમના બોડીગાર્ડ કરતા હોય છે, એટલું જ નહિ, કલાકારની તમામ સુરક્ષાનું ધ્યાન પણ તેમના બોડીગાર્ડ દ્વારા જ રાખવામાં આવતું હોય છે માટે દરેક કલાકારનો બોડીગાર્ડ તેની સાથે એક પડછાયાની જેમ જ રહેતો હોય છે. તેના માટે કલાકારો તેમને લાખો રૂપિયાનો પગાર પણ આપતા હોય છે.

એવો જ પડછાયાની જેમ જ શાહરુખ ખાન સાથે રહેનારો તેનો બોડીગાર્ડ છે રવિ સિંહ. જે છેલ્લા 9 વર્ષથી શાહરુખ ખાનને દેશમાં અને વિદેશમાં પણ સુરક્ષા પુરી પાડે છે.

બોલીવુડમાં બાદશાહ તરીકે ઓળખ ઉભી કરનારા શાહરુખ ખાન દરેક બાબતોમાં બીજા અભિનેતાઓ કરતા ઘણો અલગ ટ્રાઇ આવે છે એવામાં શાહરુખની રક્ષા કરવાની જવાબદારી પણ ખુબ જ કઠિન છે, ત્યારે રવિ સિંહ શાહરુખની સુરક્ષાની જવાબદારી પોતાના માથે ઉઠાવી છે.

રવિ સિંહ દેખાવમાં તો ખુબ જ હેન્ડસમ છે પરંતુ તેનું દિમાગ પણ ખુબ જ તેજ છે, શાહરુખની સાથે નજર ચારેય બાજુ હોય છે. પાર્ટીમાં, એરપોર્ટ ઉપર અથવા તો કોઈ જગ્યાએ શાહરુખ જયારે પહોંચે છે ત્યારે ભીડને હટાવવાનું કામ પણ રવિ જ કરે છે.

સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા લાઇમલાઇટમાં ઘણો જ નજર આવે છે પરંતુ શાહરુખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ લાઇમ લાઇટમાં ક્યાંય નજર નથી આવતો, પરંતુ તે હંમેશા શાહરુખની સાથે જ જોવા મળે છે.

રવિ સિંહના પગારની વાત કરીએ તો તે બોલીવુડનો સૌથી મોંઘો સિક્યુરિટી ગાર્ડ છે, જ્યાં સલામ શેરાને 2 કરોડ કરતા પણ વધારે પગાર આપે છે તો શાહરુખ પણ સલામનના બોડીગાર્ડ કરતા પણ પોતાના બોડીગાર્ડ રવિ સિંહને વધારે પગાર આપે છે. રવિ સિંહનો વાર્ષિક પગાર 2.7 કરોડ રૂપિયા છે.