અનંત અને રાધિકાની સગાઈમાં પહોંચ્યો શાહરુખ ખાનનો પરિવાર, કેમેરો જોતા જ દૂર ભાગ્યો શાહરુખ તો ગૌરી ખાન અને દીકરા આર્યને આપ્યા પોઝ, જુઓ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં પરિવાર સાથે પહોંચ્યો શાહરુખ ખાન, ગૌરી ખાન સાથે આર્યન ખાનની તસવીરો જોઈને લોકો બોલ્યા.. “ફ્યુચર કિંગ”

ગઈકાલે એન્ટિલિયામાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી અને વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સગાઈના બંધનમાં બંધાઈ ગયા, આ સમારંભની અંદર ઘણી બધી નામી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં બોલીવુડના ઘણા બધા જાણીતા ચહેરા જોવા મળ્યા હતા અને તેમને પેપેરાજી સામે પોઝ પણ આપ્યા હતા. જેમની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

સગાઈના આ પ્રસંગમાં સારા અલી ખાનથી લઈને દીપિકા પાદુકોણે પાર્ટીમાં ધૂમ મચાવી હતી. પરંતુ શાહરૂખ ખાનના પરિવાર સાથે થયેલી એન્ટ્રીએ પેપરાજી અને ચાહકોને ખુશ કરી દીધા હતા. શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાનની એન્ટ્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મોડી રાત્રે શાહરૂખ ખાન પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં પ્રવેશ્યો હતો. જોકે, તે પાપારાઝીની સામે ફોટો ક્લિક કરાવવાનું ટાળતો જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો તે બ્લેક કલરના કુર્તા સેટ પહેરેલી જોવા મળી હતી.

મોડી રાત્રે શાહરૂખ ખાન પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં પહોંચ્યો હતો. જોકે, તે પેપરાજીની સામે ફોટો ક્લિક કરાવવાનું ટાળતો જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો તે બ્લેક કલરના કુર્તા સેટ પહેરીને સગાઈમાં પહોંચ્યો હતો. આ વખતે તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યનના એકસાથે ઘણા ફોટા ક્લિક કરાવ્યા છે.

આ દરમિયાન ગૌરી ખાન ક્રીમ અને સિલ્વર કલરના હેવી લહેંગામાં જોવા મળી હતી, તો આર્યન ખાન ઓલ બ્લેક લૂકમાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પાર કિંગ ખાનના ચાહકો પણ ભરપૂર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Niraj Patel