ખબર મનોરંજન

2 વર્ષથી ફિલ્મ નથી કરતો છતાં પણ અક્ષયકુમારથી 2 ગણો પૈસાદાર છે શાહરુખ ખાન

શાહરુખ ખાન બૉલીવુડનો કિંગ કહેવામાં આવે છે. આ ટાઇટલ એમ જ નથી મળ્યું. શાહરુખ ખાનની એક્ટિંગ બધા લોકોનું દિલ જીતી લે છે. શાહરુખ ખાનની છેલ્લા 2 વર્ષથી કોઈ ફિલ્મ નથી આવી. ઘણા સિતારાઓ એક વર્ષમાં 2થી 3 ફિલ્મો કરી લે છે. આમ છતાં પણ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા બેહદ અમીર સિતારાઓ કરતા પણ વધુ પૈસાદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરૂખ ખાન છેલ્લે 2018ની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ફ્લોપ હતી. આ ફિલ્મને લગભગ 2 વર્ષ થવા જઈ રહ્યા છે પરંતુ શાહરૂખની બીજી કોઈ ફિલ્મ હજી આવી નથી. શાહરુખની શાન-ઓ-શૌકત અને અમીરી 2 વર્ષ સુધી ફિલ્મ વગર પણ અકબંધ છે.
કેટલાક તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, શાહરૂખની મિલકત લગભગ 600 મિલિયન ડોલર (લગભગ 4500 કરોડ રૂપિયા) છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

તો ટોચ પર દોડતા અક્ષય કુમારની $ 273 મિલિયન (2047 કરોડ) ની સંપત્તિ છે. સલમાન ખાન વિશે વાત કરીએ તો, તેમની પાસે 310 મિલિયન (2325 કરોડ) ની સંપત્તિ છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરૂખ ખાનની દેશમાં તેમજ વિદેશમાં પણ સંપત્તિ છે. શાહરૂખ ખાને દુબઇથી ન્યૂયોર્ક સુધીની સંપત્તિ ખરીદી છે.