બોલીવુડનો બાદશાહ આ શું કરી બેઠો? આલિયા-રણબીરના રિસેપ્શનમાં ગાડીમાં શાહરૂખે એવું કર્યું કે મચી ગઈ ચકચાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. આખરે લવબર્ડ્સ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા. કપલે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે ફેરા લીધા હતા. શનિવારે, કપલે લગ્ન પછી શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કપલે તેમના વાસ્તુ હાઉસમાં એક પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. બી-ટાઉન સેલેબ્સે પણ બોલિવૂડના નવા કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ધામધૂમથી ઉજવણી કરી હતી.

આલિયા અને રણબીરની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. તેમાંથી એક બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન હતો. રણબીર આલિયાની રિસેપ્શન પાર્ટીમાં જે સેલેબ્સ આવ્યા હતા, તે તો કોણે શું પહેર્યું છે તે જાણવા મળી રહ્યું હતું, પરંતુ જ્યારે શાહરૂખ ખાનની કાર રિસેપ્શન વેન્યુ પર પહોંચી તો બધા હાથ ઘસતા રહ્યા પરંતુ શાહરૂખની એક ઝલક ન મળી શકી. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને આ પાર્ટીમાં પોતાની ખાસ એન્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

પાર્ટીમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન પહોંચ્યા હતા. પરંતુ શાહરૂખ અને ગૌરી બંને અલગ-અલગ કારમાં રણબીર અને આલિયાની પાર્ટીમાં પહોંચ્યા હતા. સૌથી પહેલા ગૌરી ખાન એકલી પાર્ટીમાં પહોંચી હતી. લુકની વાત કરીએ તો શાહરૂખની બેગમે બ્લેક શોર્ટ ડ્રેસમાં ધૂમ મચાવી હતી. ગૌરી ખાન સ્મોકી આઇ મેકઅપ અને લિપસ્ટિકમાં અદભૂત દેખાતી હતી. ગૌરીએ સોફ્ટ ઓપન કર્લી હેરસ્ટાઈલ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.

ગૌરી ખાનની એન્ટ્રીના થોડા સમય બાદ શાહરૂખ ખાને પોતાની સફેદ કારમાં અલગ અંદાજમાં પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. પેપરાજીઓએ શાહરૂખને કેમેરામાં કેદ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે કરી શક્યા નહીં. કિંગ ખાન કારમાં બ્લેક પડદાથી ઢંકાયેલો હતો. શાહરૂખની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કામની વાત કરીએ તો શાહરૂખ ટૂંક સમયમાં ફિલ્મ પઠાણમાં જોવા મળશે. તેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, આલિયા-રણબીરના લગ્નની પાર્ટીમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઉપરાંત કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, આદર જૈન, તારા સુતારિયા તેમજ આલિયા ભટ્ટની બેસ્ટફ્રેન્ડ આકાંક્ષાં રંજન સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

Shah Jina