બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી રહી છે.માત્ર ત્રણ દિવસોમાં આ ફિલ્મે 67.92 કરોડની કમાણી કરી લીધી હતી. ફૈન્સને પણ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની જોડી અને બોન્ડિંગ ખુબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી પર આધારિત છે,જેમાં બંનેનો શાનદાર અભિનય જોવા મળી રહ્યો છે.શાહિદ કપૂરની ઓનસ્ક્રીન ગર્લફ્રેન્ડ કિયારા અડવાણીના અભિનયને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.ફિલ્મમાં કિયારા એકદમ સામાન્ય કિરદારમાં જોવામાં આવી રહી છે.

પોતાની શાનદાર ફિલ્મ કબીર સિંહના બંને કિરદારો શાહિદ અને કિયારા રવિવારની સાંજે મુંબઈના અંધેરી સ્થિત પીવીઆર એસીએક્સ થીએટર દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે પહોંચ્યા હતા.આ દરમિયાન બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.આ મૌકા દરમિયાન શાહિદ કપૂર બ્લેક રંગના જીન્સ અને શોર્ટ કુર્તામાં નજરમાં આવ્યા હતા જયારે કિયારા અડવાણી સફેદ ટોપ અને પીળા રંગના સ્કર્ટ પહેરેલી નજરમાં આવી હતી. બંને એકબીજા સાથે ખુબ જ કુલ લાગી રહ્યા હતા.
View this post on Instagram
ફિલ્મ પૂરું થાતા જ શાહિદ-કિયારા જેવા જ થિએટરની અંદર આવ્યા તો દર્શકો પણ અસલી કબીર સિંહને પોતાની સામે જોતા સ્તબ્ધ થઇ ગયા હતા અને દર્શકોએ પણ ખુબ ઉત્સાહપૂર્વક શાહિદને કહ્યું કે કેવી રીતે તેઓએ શાહિદને કબીર સિંહના કિરદારમાં ખુબ પસંદ કર્યા છે.પોતાના અભિનયના વખાણ સાંભળતા શાહિદે પણ પોતાના ફૈન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન શાહિદ કિયારાએ તસ્વીરો લીધી હતી અને મીડિયા સામે એકથી એક શાનદાર પોઝ પણ આપ્યા હતા, બંને પોતાની ફિલ્મને લઈને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
ફિલ્મની વાત કરીયે તો શાહિદ-કિયારા સ્ટારર ફિલ્મ કબીર સિંહ મૂળ રૂપથી તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી ની રીમેક છે.અર્જુન રેડ્ડી ની જેમ જ કબીર સિંહને પણ સંદીપ વાંગા એ જ લખેલી છે અને નિર્દેશન પણ કર્યુ છે.ફિલ્મે પહેલા દિવસે 20.21 ની કમાણી તો બીજા દિવસે 21.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.અને રવિવારના રોજ 27.91 કરોડની કમાણી કરીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો હતો.
મોટાભાગે ફિલ્મોમાં પહેલા દિવસે કમાણીની બાબતમાં ઉતરાણ આવતું હોય છે, પણ ફિલ્મ કબીર સિંહ દરેક દિવસ કમાણીમાં વધારો કરતી જઈ રહી છે.શાહિદ-કિયારાનો દમદાર અભિનય અને દર્શકોના પ્રેમને લીધે જ ફિલ્મે 3 દિવસમાં 67.92 કરોડની કમાણી કરી લીધી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks