ફિલ્મી દુનિયા

કબીર સિંહે બાફી માર્યું, કહ્યું કે એશ્વર્યા અને સલમાન ખાનને હું આ ફિલ્મમાં જોવા ઈચ્છું છું અને…

“પદ્માવત” ફિલ્મ રિલીઝ સમયે ખુબ જ ચર્ચામાં રહી. ફિલ્મનું નામ પહેલા “પદ્માવતી” હતું પરંતુ કરણીસેના દ્વારા કરવામાં આવેલો ફિલ્મના મોટા વિરોધ બાદ પણ ફિલ્મમાં કેટલાક બદલાવ કરીને રિલીઝ કરવામાં આવી. નામ પણ “પદ્માવતી”ના બદલે “પદ્માવત” થઇ ગયું. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર 300 કરોડની આસપાસનો બિઝનેસ પણ કર્યો.

Image Source

ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારે એક શૉ દરમિયાન શાહિદ કપૂરને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શાહિદ કપૂરે જે જવાબ આપ્યો તેને લઈને આજે ચર્ચા વધી ગઈ છે.

Image Source

બોલીવુડની અભિનેત્રી નેહા ધૂપિયાએ શરૂ કરેલા એક ચેટ શૉ “હેશટેગ નો ફિલ્ટર નેહા” તેના ચોથા સીઝન માટે પણ તૈયારી શરૂ કરી દીધી છે અને તે આ શૉ માટે ખુબ જ ઉત્સાહિત પણ છે. આ શૉની અંદર બોલીવુડના ઘણા નામી અભિનેતાઓ સાથે વાત કરી અને તેમના અંગત જીવનના કેટલાક રહસ્યો ખોલવામાં આવે છે. હાલમાં જ આ શૉની અંદર શાહિદ કપૂર પણ પહોંચ્યા હતા. શૉની અંદર શાહિદે પોતાના ફિલ્મી જગત અને અંગત જીવન બંનેના રહસ્યો ખોલ્યા હતા.

આ શૉ દરમિયાન નેહાએ શાહિદને “પદ્માવત” ફિલ્મને લઈને એક સવાલ કર્યો જેમાં નેહાએ પૂછ્યું  કે “પદ્માવત” ફિલ્મને રિકાસ્ટ કરવા માટે તમે ક્યાં ત્રણ મુખ્ય કલાકારોને પસંદ કરશો? ત્યારે આ વાતનો જવાબ આપતા શાહિદે કહ્યું કે “સલમાન અને ઐશ્વર્યાની જોડી રણબીર અને દીપિકાનું સ્થાન લઇ શકે છે. શાહિદે કહ્યું કે ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” ના ત્રણે પાત્રો સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવઘન આ ફિલ્મમાં સંજય લીલા ભણસાની સાથે સારું કામ કરી શકતા.

તમને જણાવી દઈએ કે “પદ્માવત” અને “હમ દિલ દે ચુકે સનમ” બંને ફિલ્મો સંજય લીલા ભણસાણીએ જ નિર્દેશ કરી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.