શાહિદ કપૂરે કર્યો અંગત જીવન વિશે ખુલાસો, ‘તેની ભૂલ હોય કે ન હોય, પત્નીની માફી તો એ જ માંગે છે’

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર પોતાની આવનારી ફિલ્મ કબીર સિંહને લઈને ઘણી ચર્ચાઓમાં છે ત્યારે ફિલ્મની ચર્ચાઓ વચ્ચે જ શાહિદ કપૂર બીજા કોઈ કારણોસર પણ ચર્ચાઓમાં આવી ગયો છે. શાહિદ કપૂર પોતાની ફિલ્મ કબીર સિંઘના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે એક શોમાં શાહિદે પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતા જણાવ્યું કે તેમનો અને તેમની પત્ની મીરા વચ્ચે ઝઘડો 15 દિવસો સુધી ચાલી શકે છે અને ગુસ્સે કોઈ પણ હોય, સોરી તો તેઓ જ કહે છે.

 

View this post on Instagram

 

#us

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આ વાતનો ખુલાસો તેમને નેહા ધુપિયાના ચેટ શો પર કર્યું છે. નેહાએ જયારે શાહિદને પૂછ્યું કે તેને કઈ વાત પર ગુસ્સો આવે છે, ત્યારે શાહિદે કહ્યું કે ‘હું ઘણીવાર બહુ ગુસ્સે થઇ જાઉં છું અને મારા અને મારી પત્ની વચ્ચે ઝઘડો થઇ જાય છે. મને એ વાત પરેશાન કરે છે કે હું એક ઝઘડો ખતમ કરવામાં ઘણો સમય લઉ છું. આ દરે બે મહિને એક વાર થાય છે, પણ જયારે પણ અમારો ઝઘડો થાય છે ત્યારે લાંબા સમય સુધી ચાલે છે, જેમ કે 15 દિવસો સુધી. તમને ખબર હોય છે કે તમારા વચ્ચે તણાવ છે અને પછી તમે વાત કરીને મામલાનો ઉકેલ લાવો છો.’

 

View this post on Instagram

 

💕

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદે કહ્યું કે એક સંબંધમાં ઝઘડો થવો સારી વાત છે. શાહિદે આગળ કહ્યું, ‘ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે એક-બીજાના વિચારોથી વિપરીત વિચારો અને પછી મળીને પોતાની સમસ્યાઓને ખતમ કરો. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ, તમારે મુશ્કેલીઓથી આગળ વધતા શીખવું પડશે.’

 

View this post on Instagram

 

Only love 💕Happy Diwali!

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ કપૂર, કપિલ શર્માના કોમેડી શોમાં પણ પહોંચ્યા હતા જ્યા તેમને એવું કહ્યું હતું કે તેમના અને મીરાના ઝઘડામાં સોરી બંનેવાર તેઓ જ કહે છે. જયારે કપિલ શર્માએ શાહિદને પૂછ્યું કે જયારે તમને પત્ની મીરા પર ગુસ્સો આવે તો તમે શું કરો છો? આના જવાબમાં શાહિદ કપૂરે મજાનો જવાબ આપ્યો અને હસતા-હસતા કહ્યું – ‘જયારે મને ગુસ્સો આવે તો પણ હું જ માફી માંગુ છું અને જયારે એને ગુસ્સો આવે છે તો પણ હું જ માફી માંગુ છું.’

 

View this post on Instagram

 

Grateful for the year that made us complete ✨ Happy New Year

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

અહીં નોંધનીય છે કે શાહિદ ઘણીવાર પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરતા જોવા મળે છે. શાહિદ અને મીરાના લગ્ન વર્ષ 2015માં થયા હતા તેમના બે બાળકો પણ છે. દીકરીનું નામ મીશા છે અને દીકરાનું નામ ઝૈન કપૂર છે.


ફિલ્મોની વાત કરીએ તો શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ 21 જૂને રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કિયારા અડવાણી પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`