જીવનશૈલી મનોરંજન

શાહિદ કપૂરના શાનદાર ઘરની તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે અને કિંમત જાણીને હોશ પણ ઉડી જશે, જુઓ તસવીરો

શાહિદ કપૂર તેને અભિનયના કારણે ખુબ જ પ્રખ્યાત છે. હમણાં જ આવેલી ફિલ્મ “કબીર સીંગ”માં તેની ભૂમિકા અને અભિનયને જોઈને તેના ચાહકો ખુબ જ ખુશ થયા છે. થોડા જ સમયમાં શાહિદ નવી ફિલ્મ “જર્સી”માં જોવા મળશે। આ ફિલની પણ ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.

Image Source

શાહિદના લાખો ચાહકો છે. ઘણા ચાહકો શાહિદના જીવન સાથે પરિચિત પણ છે, પરંતુ તે જે ઘરમાં રહે છે તે ઘરને જોઈને તમે પણ વિચારમાં પડી જશો, મુંબઈના પૉશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં શાહિદ કપૂરનું ઘર આવેલું છે, આ ઘરની રોનક અને અંદરના દૃશ્યો જોઈને સૌ કોઈ ખુશ થઇ જાય છે. ચાલો જોઈએ શાહિદના ઘરની અંદરની તસવીરો.

Image Source

શાહિદ કપૂર હવે બે બાળકોનો પિતા છે ત્યારે તે જે ઘરમાં રહેતો હતો તે નાનું પડી રહયું હોવાનું ખુદ શાહિદે જ જણાવ્યું હતું, તેને વર્લીમાં એક ઘર ખરીદ્યાની જાહેરાત પણ કરી હતી. આ ઘરમાં તે ઇન્ટીરિયરનું કામ કરાવી રહ્યો હતો. પોતાની પત્ની અને બે બાળકો સાથે તે નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ થોડા જ સમયમાં કરવાનો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ કપૂરનું આ ઘર મુંબઈના વર્લી સ્થિત એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં આવેલું છે. વર્લીની અંદર આવેલા સિઆ-ફેન્ચીન્ગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટના 42માં અને 43ના માળ ઉપર શાહદીનું આ લક્ઝુરિયસ ઘર આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહિદ કપૂરના આ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઈનનું કામ બોલીવુડના કિંગ શાહરુખનની પત્ની ગૌરી ખાન કરી રહી છે. 8000 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ ઘરની કિંમતની વાત કરીએ તો આ ઘર શાહિદે 56 કરોડમાં ખરીદ્યુ છે. આ ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા મુંબઇનો નજારો માણી શકાય છે.

Image Source

શાહિદ અને મીરા રાજપૂતના આ લક્ઝુરિયસ ઘરની 2.91 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ સરકારને શાહિદે ચૂકવી છે. આ ઘરની અંદર 6 કાર પાર્ક કરવા માટેની જગ્યા શાહિદને મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ કપૂરના આ ઘરની અંદર સ્વિમિંગ પુલ, જિમ, સ્પા પણ આવેલા છે. મુંબઈના વર્લીમાં જ ઘણા બધા ફિલ્મી અભિનેતાઓ અને મોટી હસ્તીઓ રહે છે. જેમાં વિરાટ-અનુષ્કા, યુવરાજ-હેજલ, રણવીર-દીપિકા પણ સામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.