મનોરંજન

કબીર સીંગના હીરો શાહિદ કપૂરને છે 3 મા અને 3 પિતા, આ કોઈ ફિલ્મ સ્ટોરી નથી પણ હકીકત છે, વાંચો કોણ છે તેના ત્રણ માતા-પિતા

આપણે ઘણી ફિલ્મોમાં કોઈ હીરો કે હિરોઈનના એકથી વધારે માતા-પિતા જોતા હોઈએ છે. અસલ જીવનમાં પણ આપણે ઘણીવાર બે માતા-પિતા હોવાનું જોયું હશે. પરંતુ કોઈ વ્યક્તિના ત્રણ માતા-પિતા હોવા એ વાત સહેજ માનવામાં ના આવે, પરંતુ આ હકીકત છે.

Image Source

બોલીવુડના સુપરસ્ટાર અને જેની ફિલ્મ “કબીર સીંગ” 300 કરોડના આંકડાની પાર પહોંચી ગઈ એવા શાહિદ કપૂરના અસલ જીવનમાં તેના ત્રણ મા-બાપ છે, અને ત્રણેય માતા-પિતા સાથે તેનો સારો મનમેળ પણ છે.

Image Source

ચાલો જાણીએ કોણ કોણ છે શાહિદના માતા-પિતા

Image Source

પંકજ કપૂર અને નીલિમા અજીમ તેના પહેલા મા-બાપ:
પંકજ કપૂર અને નીલિમાના લગ્ન 1975માં થયા હતા. લગ્નના 6 વર્ષ બાદ એટલે કે 1981માં શાહિદનો જન્મ થયો. પરંતુ નીલિમા અને પંકજનું લગ્ન જીવન ટકી શક્યું નહિ શાહિદના જન્મના ત્રીજા જ વર્ષે એટલેકે 1984માં પંકજ અને નીલિમાના ડિવોર્સ થઈ ગયા.

Image Source

સુપ્રિયા પાઠક બની બીજી મા:
નીલિમા સાથે ડિવોર્સ બાદ 1989માં પંકજ કપૂરે બીજા લગ્ન “ખીચડી”ની “હંસા” તરીકે પ્રખ્યાત સુપ્રિયા પાઠક સાથે કરી લીધા. જેના કારણે શાહિદની બીજી મા સુપ્રિયા પાઠક બની. સુપ્રિયા અને પંકજને પણ અત્યારે બે બાળકો છે જેમાં દીકરો રુહાન કપૂર અને દીકરી શના કપૂર.

Image Source

શાહિદના બીજા પિતા, રાજેશ ખટ્ટર:
શાહિદ કપૂરની પહેલી મા નીલિમાએ પણ 1990માં બીજા લગ્ન અભિનેતા રાજેશ ખટ્ટર સાથે કર્યા જે શાહિદના બીજા પિતા બન્યા. 1995માં રાજેશ અને નીલિમાને એક દીકરો પણ જન્મ્યો જેનું નામ ઈશાન ખટ્ટર છે જેને હાલમાં જ બોલીવુડમાં એક ફિલ્મથી શરૂઆત પણ કરી છે. નીલિમા અને રાજેશનું લગ્ન જીવન પણ ટકી ના શક્યું અને 2001માં બંને અલગ થઈ ગયા.

Image Source

ત્રીજા પિતા, ઉસ્તાદ રજા અલી ખાન:
રાજેશ ખટ્ટર સાથે ડિવોર્સ બાદ નીલિમાએ ઉસ્તાદ રજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા અને એ શાહિદના ત્રીજા પિતા પણ બની ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે નીલિમાનું આ ત્રીજું લગ્ન પણ નિષ્ફળ ગયું અને બંને અલગ થઈ ગયા.

Image Source

વંદના સજનાની બની શાહિદની ત્રીજી મા:
નીલિમા સાથે ડિવોર્સ બાદ રાજેશ ખટ્ટરે પણ બીજા લગ્ન 2007માં વંદના સજનાની સાથે કરી લીધા અને એ રીતે જોવા જઈએ તો વંદના શાહિદની ત્રીજી મા બની.

Image Source

ફિલ્મોમાં આપણે આ રીતેની વાર્તાઓ જોતા હોઈએ છે પરંતુ અસલ જીવનમાં પણ શાહિદના જીવનની આ વાર્તા છે. તમને એ વાત પણ જાણીને નવાઈ લાગશે કે શાહિદ પોતાના ત્રેણય મા-બાપને મળે છે, તેમને પ્રેમ કરે છે અને તેના સાવકા ભાઈ બહેનો વચ્ચે પણ બહુ જ સારું બને છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.