શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહને બોક્સઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળી છે. ફિલ્મ કબીર સિંહે 100 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. એ તરફ આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહયા છે ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મમાં શાહિદ કપૂરના પાત્રની ટીકા પણ કરી રહયા છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક આલ્કોહોલિક ડોક્ટરનું પાત્ર ભજવી રહ્યો છે, જે જીનિયસ તો છે જ, પરંતુ સાથે જ તે ગુસ્સાવાળો પણ છે.
આ ફિલ્મમાં શાહિદ કપૂરના પાત્રના મહિલાઓ સાથેના તેમના વ્યવહારને કારણે સોશિયલ મીડિયા પર લોકો આ પાત્રના બહાને શાહિદ કપૂર પર નિશાનો સાધી રહયા છે. ફિલ્મમાં શાહિદ કપૂરના આ પાત્રને લઈને લોકો ખૂબ જ નારાજ છે. પરંતુ આ બધી જ આલોચનાઓ વચ્ચે શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમ તેમના બચાવમાં આવી છે.
નીલિમા અઝીમે કહ્યું કે ‘મારુ માનવું છે કે કલાકારોને નૈતિકતાના વિષયમાં વિવાદિત પાત્રો ભજવવાની આઝાદી મેળવી જોઈએ. કાલે ઉઠીને જો તમે એક સાયકો કિલરનું પાત્ર ભજવશે તો એ પાત્રને લઈને વિવાદ નહિ થાય? દિલીપ કુમાર અને રાજેશ ખન્નાએ ફિલ્મ અમર અને રેડ રોઝમાં જે ભૂમિકાઓ ભજવી હતી, શું તમે એમ કહી રહયા છો કે એ પ્રકારના પાત્રોને ખતમ કરી દેવા જોઈએ? હોલિવૂડમાં કલાકારોને આવા પાત્રો માટે ઓસ્કાર મળે છે.
નીલિમા અઝીમએ આગળ કહ્યું કે ‘જો આપણે આવી ફિલ્મો નથી બનાવી શકતા તો આપણે માર્લન બ્રેનડોની ફિલ્મ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર, ગોડફાધર અને હીથ લેજરની ફિલ્મ ધ ડાર્ક નાઈટને પણ અમાન્ય કરી દેવી જોઈએ. લોકોએ સમજવું જોઈએ કે આ ફક્ત એક વાર્તા છે અને નૈતિકતા પર કોઈ ભાષણ નથી.’
જો કે શાહિદ કપૂરે એ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે કેટલાક મહિનાઓ બાદ તેમની આ ભૂમિકાને લઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ખતમ થઇ જશે. અને તેઓ આ વાતને લઈને ચિંતિત નથી. નોંધનીય છે કે શાહિદ કપૂર આ ફિલ્મમાં એક સર્જનની ભૂમિકા ભજવી રહયા છે. જેનું દિલ કિયારા અડવાણી પર આવી જાય છે અને ફિલ્મની વાર્તા આગળ વધે છે. આ ફિલ્મ સાઉથ સિનેમાની સુપરહિટ અને બહુચર્ચિત ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે, જેને અર્જુન રેડ્ડીના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ જ ડિરેક્ટ કરી છે.
જણાવી દઈએ કે જબરદસ્ત કમાણી સાથે ફિલ્મ કબીર સિંહે આ વિકેન્ડ પર 133 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આવું જ રહ્યું તો બીજા વિકેન્ડ સુધીમાં આ ફિલ્મની કમાણીનો આંકડો 200 કરોડ પાર થઇ શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks