મનોરંજન

પત્ની મીરાં રાજપૂત સાથે ગોવાની અંદર રજાઓ માણી રહ્યો છે શાહિદ કપૂર, બ્રાઉન કલરની બિકી તસ્વીર વાયરલ, જુઓ

બ્રાઉન કલરની બિકીમાં ગોવાનું વેકેશન માણી રહી છે મીરા રાજપૂત, જુઓ તસવીરો

કોરોના વાયરસના પ્રકોપના કારણે સામાન્ય માણસથી લઈને સલેબ્રિટીઓ પણ પોતાના ઘરની અંદર જ રહેતા હતા, લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ લોકો વેકેશન માણવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ શાહિદ કપૂર પોતાની પત્ની મીરાં રાજપુત સાથે ગોવામાં રજાઓનો આનંદ માણી રહ્યો છે.

રવિવારના રોજ શાહિદ અને મીરાં ગોવા જવા માટે રવાના થયા હતા, બંનેને મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં બંને ગોવા પહોંચી ગયા છે અને ત્યાં તે બંને ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી રહ્યા છે.

શાહિદની પત્ની મીરાંએ સોશિયલ મીડિયા ઉપર પોતાના ગોવા વેકેશનની એક ઝલક શેર કરી છે, જેમાં તેને પુલની તસ્વીર અને શાહિદ કપૂરની સાથે પોતાના પગની તસ્વીર પણ શેર કરી છે, આ ઉપરાંત તેને કોઈ મહિલા સાથે પણ પોતાની તસ્વીર શેર કરી છે.

મીરાં રાજપૂતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આ તસ્વીર શેર કરી છે. જેમાં તે પોતાના પતિ શાહિદ સાથે આરામ ફરમાવતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરવાની સાથે મીરાંએ લખ્યું છે, “હેલો ગોવા”

આ ઉપરાંત પોતાના આઉટફીટનો ફોટો શેર કરતા તેને જણાવ્યું છે કે તે શું પહેરી રહી છે. મીરાંએ એક બ્રાઉન કલરની ટ્યુબ ફોટો શેર કરી છે. આ સાથે તેને એમ્બ્રોડરી વાળા કફ્તાનને મેચ કર્યું છે.

ઘણા લાંબા સમય પછી મીરાં અને શાહિદ સાથે ટ્રીપ ઉપર ગયા છે. મીરા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.