મનોરંજન

કોઈ રાજમહેલ કરતા ઓછું નથી દરિયા કિનારે આવેલું શાહિદ કપૂરનું ઘર, જુઓ અંદરની તસવીરો

WOW! પત્ની અને ક્યૂટ બાળકો સાથે આટલા સુંદર ઘરમાં રહે છે શાહિદ કપૂર, જુઓ તસ્વીરો

ફિલ્મ કબીર સિંહમાં અભિનેતા શાહિદ કપૂરે સૌનું ધ્યાન આકર્ષ્યું, આ પહેલા પણ શાહિદની ઘણી ફિલ્મો આપણે જોઈ છે અને તેના અભિનયના કરોડો લોકો દીવાના પણ બની ગયા છે, પરંતુ અસલ જીવનમાં શાહિદ કપૂરનું ઘર ઘણા ઓછા લોકોએ જોયું હશે, આજે અમે તમને શાહિદના એ વૈબવી ઘરની મુલાકાત કરાવીશું જે કોઈ રાજમહેલ કરતા પણ ઓછું નથી. અને તેનું આ આલીશાન મકાન દરિયા કિનારે આવેલું છે.

Image Source

અભિનેતા શાહિદ કપૂરે થોડા સમય પહેલા નવું મકાન ખરીદ્યું હતું. શાહિદની પત્ની મીરા રાજપૂતે પણ પોતાના નવા ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. શાહિદ હાલમાં મુંબઇના જુહુના એક મકાનમાં રહે છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમારની જેમ શાહિદનું ઘર પણ દરિયા કિનારે આવેલું છે. અંદરથી શાહિદનું ઘર એકદમ ભવ્ય લાગે છે આ ઘરની અંદર સુખ સિવિધાઓની તમામ વસ્તુઓ હાજર છે.

Image Source

શાહિદ તેની પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે આ ઘરમાં રહે છે. એક રિપોર્ટ અનુસાર, થોડા વર્ષો પહેલા જ્યારે શાહિદે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તેની કિંમત 30 કરોડ રૂપિયા હતી. જો કે ઘરનો દરેક ખૂણો ખૂબ સુંદર છે, પરંતુ બહારનો ભાગ સૌથી વધુ ધ્યાન ખેંચે એવો છે. કારણ કે બહારથી આખો સમુદ્ર સ્પષ્ટ દેખાય છે.

Image Source

ઘરના આઉટડોરમાં કાઉચ અને નાના ટેબલો રાખવામાં આવ્યા છે, જેના પર શાહિદ ઘણી વાર તસવીરો લેતી વખતે પોઝ આપતો પણ જોવા મળ્યો છે. ઘરના મોટાભાગના ભાગ લાકડાથી બનેલા છે, ખાસ કરીને તેના ફ્લોર જે એક અલગ જ લુક આપે છે.

Image Source

શાહિદના ઘરની બહારની તરફ બોગનવેલના ઘણા છોડ રોપવામાં આવ્યા છે, અને તેના બાળકોમાં માટે પણ રમવાની સારી જગ્યા છે. ઘણી તસ્વીરોમાં તે પોતાની દીકરી સાથે મસ્તી કરતો પણ જોવા મળે છે.

Image Source

શાહિદની પત્ની મીરાં રાજપૂતની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તે ઘણીવાર પોતાના ઘરની અંદર કોઈ પુસ્તક વાંચતી કે કોઈ કામ કરતી પણ જોવા મળે છે.

Image Source

તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે તાજેતરમાં જ એક ડ્યુપ્લેક્સ ખરીદ્યો છે. જ્યાં અભિષેક બચ્ચન અને અક્ષય કુમારનું પણ ઘર પહેલાથી જ છે. ડુપ્લેક્સની કિંમત 56 કરોડ કહેવામાં આવે છે અને તે બિલ્ડિંગના 42 મા અને 43 મા માળ ઉપર આવેલું છે.

Image Source

શાહિદના નવા મકાનની ડિઝાઈનનું કામ ચાલી રહ્યું છે. ગયા વર્ષે મીરાએ એક તસવીર શેર કરી હતી જેમાં શાહિદ કપૂર અને પંકજ કપૂરે નવા ઘરની મુલાકાત લીધી હતી.