આજ કાલ કયા છે શાહિદ કપૂરની પહેલી હિરોઇન, તસવીરો જોઇ થઇ જશો દીવાના

અભ્યાસ કરતા કરતા જ શેહનાઝને મળી ગઇ હતી મોડલિંગની ઓફર, આકર્ષિત ફિગરને લીધે હંમેશા ચર્ચામાં રહે છે- જુઓ PHOTOS

“ઇશ્ક વિશ્ક” ફેમ અભિનેત્રી શેહનાઝ ટ્રેઝરી ભલે હવે ફિલ્મો છોડી ટ્રાવલ બ્લોગર બની ગઇ હોય, પરંતુ આજે પણ તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

શેહનાઝ ટ્રેઝરીની તસવીરો જોયા બાદ એ કહેવુ ખોટુ નહિ હોય કે તેને પુલ અને સમુદ્ર ની આસપાસ રહેવુ વધારે ગમે છે. તે શરૂઆતમાં વીડિયો જોકી તરીકે લાઇમલાઇટમાં આવી હતી. તે એ પોપ્યુલર VJs માની એક છે જે આગે જઇને અભિનેત્રી બની.

શેહનાઝ પહેલીવાર 2001માં તેલુગુ ફિલ્મ Eduruleni Manishi માં જોવા મળી હતી. તે બાદ તેણે વર્ષ 2003માં “ઇશ્ક વિશ્ક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. શેહનાઝને “ઇશ્ક વિશ્ક” માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનુ ફિલ્મફેયર નોમિનેશન મળ્યુ હતુ.

તે બાદ શેહનાઝ “હમ તુમ” “આગે સે રાઇટ” “લવ કા ધ એન્ડ” અને “દેલી બેલી” જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોથી દૂર શેહનાઝની ઓનલાઇન વર્લ્ડમાં ઘણી પોપ્યુલારિટી છે. હવે ટ્રાવેલ તેનું પ્રોફેશન બની ગયુ છે.

શેહનાઝ ટ્રાવલ બ્લોગર અને ઇંફ્લુએંસર છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઇંગ પણ છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા શેહનાઝ જાહેરાતોમાં પણ જોવા મળી હતી. તેની જાહેરાતને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

પારસી પરિવારમાં જન્મેલી શેહનાઝ ગ્રેજયુએશન કર્યા બાદ આગળના અભ્યાસ માટે ન્યુયોર્ક ચાલી ગઇ હતી. ત્યાં તેણે સ્ટ્રાસબર્ગ થિએટર અને ફિલ્મ સંસ્થાનથી મેથડ અભિનયનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેણે રાઇટિંગનો કોર્સ પણ કર્યો.

શેહનાઝના પિતા મરીન એન્જીનિયર હતા. તે ફિલ્મોમાં આવ્યા પહેલા ટેલિવિઝન પર ઘણી મશહૂર હતી. તે પેપ્સીની એડમાં જોવા મળી હતી, આ એડ ઘણી મશહૂર થઇ ગઇ હતી. જયારે શેહનાઝ ન્યુયોર્કમાં હતી ત્યાં તેણે અમેરિકન શો “વન લાઇફ ટુ લિવ”માં મોટો રોલ મળ્યો હતો. આ શો સાથે તેણે ત્રણ વર્ષ જોડાયેલી રહી અને તે બાદ વર્ષ 2015માં અમેરિકન કોમેડી ડ્રામા બ્રાઉન નેશન સાથે જોડાઇ ગઇ.

જો કે, વર્ષ 2017માં તે એકવાર ફરી બોલિવુડમાં નજર આવી. શેહનાઝ ટાઇગર શ્રોફ અને નિધિ અગ્રવાલની “મુન્ના માઇકલ”માં જોવા મળી હતી. ઇન્ડસ્ટ્રીની હિરોઈન, ટીવી હોસ્ટ, રાઈટર અને ટ્રાવેલ બ્લોગર એવી શેહનાઝએ કેરિયરની શરૂઆત માં ‘ઈશ્ક વિશ્ક’ ફિલ્મથી કરી હતી.

ટ્રાવેલિંગને પસંદ કરતી આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને તે પોતાના ટ્રાવેલા સ્ટોરી સાથે વિવિધ જગ્યાના તેના ફોટાઓ શેર કરતી રહે છે. હાલમાં જ તેના કેટલાંક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે 2003માં આવેલી ‘ઈશ્ક વિશ્ક’માં રાજીવ(શાહિદ કપૂર) અને પાયલ(અમૃતા રાવ) ચાઈલ્ડ હુડથી જ ફ્રેન્ડ્સ હોય છે અને બન્ને એક જ કોલેજમાં સાથે ભણતા હોય છે. પાયલ રાજીવને સ્કૂલમાં હતી ત્યારથી પ્રેમ કરતી હતી.

રાજીવ કોલેજની કપલ ટ્રિપમાં જવા માટે પાયલને ડેટ કરે છે જેથી તેના દોસ્ત એને ગર્લફ્રેન્ડ ન હોવા બદલ ચીડવે નહીં. પાયલને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તે રાજીવ સાથે બ્રેક અપ કરી લે છે. રાજીવ પછી કોલેજની સૌથી હોટ છોકરી અલિશા(શેહનાઝ ટ્રેઝરી)ને ડેટ કરવા લાગે છે. આ લવ ટ્રાયેન્ગલમાં અંતે પાયલ અને રાજીવ બન્ને એક થઇ જાય છે.

આ ફિલ્મથી માસુમ એક્ટ્રેસ અમૃતા-શાહિદની જોડી હિટ થઇ હતી. પછી બન્ને સાથે ‘વાહ! લાઈફ હો તો ઐસી’, ‘વિવાહ’ અને ‘શિખર’ જેવી ફિલ્મોમાં પણ દેખાયાં હતાં.

Shah Jina