વાહ વાહ પૈસા હોય તો આવી જાહોજલાલી થાય…જુઓ કબીર સિંહના ઘરની તસવીરો
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત બી-ટાઉનના પસંદગીતા કપલમાંના એક છે. શાહિદ અને મીરા બંનેના બેકગ્રાઉન્ડ અલગ અલગ છે. પરંતુ લગ્ન બાદ તેઓ જે રીતે એકબીજા અનુસાર બદલ્યા છે તે ખૂબ જ પ્રશંસાલાયક છે.
બોલિવુડના બેસ્ટ ડાંસરના વાત કરવામાં આવે તો, ટોપ 5માં શાહિદ કપૂરનું નામ જરૂરથી આવે છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શાહિદ કપૂરે ઘણો લાંબો સમય વીતાવ્યો છે. આ દરમિયાન તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે.
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર મીરાની ફેશન ટ્રેંડ લોકોને ઘણી પસંદ આવે છે. જો કે, મીરા રાજપૂત એક હાઉસવાઇફ છે અને તે તેમના બંને બાળકોને સંભાળે છે. શાહિદનો આ પરિવાર એક ખૂબ જ સરસ ઘરમાં રહે છે.
શાહિદે વર્ષ 2018માં મુંબઇના જૂહુમાં એક આલિશાન સી-ફેસિંગ ઘર લીધું હતું. 8625 સ્કેવર ફિટમાં બનેલું શાહિદનું ડૂપ્લેક્સ એપાર્ટમેન્ટ છે.
તમને જણાવી દઇએ કે, આ જગ્યા પર અક્ષય કુમાર અને અભિષેક બચ્ચનનો પણ ફ્લેટ છે. આ ઘર માટે શાહિદ અને મીરાએ 2.91 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી પણ આપી હતી.
શાહિદ અને મીરાના ઘરનો સૌથી શાનદાર ભાગ છે તેના ઘરની ટેરેસ, શાહિદ અને મીરા હંમેશા પોતાના ઘરની ટેરેસ પર એકબીજાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરે છે, જેની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે.
અંદરની ઘરની વાત કરીએ તો આના સુંદર પદડા અને ઇન્ટીરિયરથી ડેકોરેટ કરવામાં આવ્યુ છે. જ્યાંથી મીરા હંમેશા પોતાની શાનદાર તસવીરો ક્લિક કરે છે.
ઘરની છત પરથી સમુદ્રનો નજારો સ્પષ્ટ રીતે દેખી શકાય છે. શાહિદ અને મીરાનુ ઘર ટૂરિસ્ટ સ્પોટ હોટલ જેવો જ વ્યૂ આપે છે. શાહિદ કપૂરે આ નવુ ઘર પત્ની મીરાને બીજી પ્રેગ્નેંસી વખતે ગિફ્ટ કર્યુ હતુ. શાહિદના આ ઘરની કિંમત 56 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે.
શાહિદ અને મીરાનો આ એપાર્ટમેન્ટ 42 અને 43માં માળે છે. શાહિદનું આ બીજું ઘર છે. આ પહેલા શાહિદ જૂહુના આલીશાન બંગલામાં રહેતો હતો.
શાહિદ અને મીરાના લગ્ન 2015માં થયા હતા. સોશિયલ મીડિયા પર બંને ઘણા એક્ટિવ રહે છે. તેઓ તેમના બાળકો અને પરિવાર સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. શાહિદ કપૂરના બે બાળકો છે. એક દીકરી છે જેનું નામ મીશા છે અને એક દીકરો છે જેનું નામ જૈન છે.