મનોરંજન

હિરોઈનને ગળે લગાવતી વખતે શાહિદના શરીર પર કંઈક એવું જોવા મળ્યું કે, તસ્વીર થઈ ધડાધડ વાયરલ

શાહિદ કપૂરે ભલે એક ચોકલેટ બોય સ્વરૂપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હોય, પણ અમુક જ વર્ષોમાં તેણે દેખાડી દીધું કે ક્યૂટ ચેહરાની સાથે સાથે તે શાનદાર અભિનય પણ કરી શકે છે. શાહિદ કપૂર ફિલ્મ કમીને, હૈદર, ઉડતા પંજાબ અને કબીર સિંહ જેવી ફિલ્મોમાં અલગ જ કિરદાર નિભાવીને સુપરહિટ થવામાં કામીયાબ રહ્યા છે.

Image Source

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ ભલે વિવાદિત રહી હોય અને ફિલ્મમાં તેઓના અભિનયની આલોચના કરવામાં આવી હોય, પણ તેના ચાહકો એવા પણ છે જેઓએ શાહિદ કપૂરના કિરદારના ખુબ વખાણ કર્યા છે.

Image Source

આજ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર 300 કરોડથી પણ વધારે કમાણી કરવામાં કામિયાબ રહી છે અને આજે પણ સોશિયલ મીડિયા પર શાહિદના ચાહનારાઓએ ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ્સ કરતા રહે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ શાહિદના એક ચાહકે આવી જ એક પોસ્ટ શેર કરી છે. આ ફૈન્સએ કબીર સિંહ ફિલ્મનો એક સીન શેર કર્યો છે અને લખ્યું કે,”જ્યારે કોઈ અભિનેતા પોતાના કિરદારમાં ભાવનાઓ અને જીવન ભરી દે છે ત્યારે સ્વાભાવિક છે કે દર્શકો પણ આવા સીન પર થંભી જાય છે. આવું જ કંઈક આ સીનમાં જોવા મળે છે. ફિલ્મ કબીર સિંહમાં જ્યારે શાહિદ કપૂરને ખબર પડે કે પોતે પિતા બનવાના છે અને કિયારાને ગળે મળે છે ત્યારે તેના રૂવાંટા ઉભા થઇ જાય છે. રિસ્પેક્ટ, શાહિદ.”

Image Source

શાહિદ કપૂરે પણ આ ફૈનને જવાબ આપતા કહ્યું કે,”આ વાત પર તો મેં પણ ધ્યાન આપ્યું ન હતું. ડાયરેક્ટર સંદીપે પણ મને આ વાત કહી હતી જ્યારે મેં આ ફિલ્મનું એડિટિંગ જોયું. આ ખુબ જ શાનદાર છે કે તમે આ ક્ષણને જોઈ.”

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો શાહિદ કપૂર પોતાની ફિલ્મ કબીર સિંહની સફળતાથી ખુબ જ ખુશ છે અને તેણે હજી સુધી અન્ય કોઈપણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.