એક સમય હતો જયારે શાહિદ કપૂર અને કરીના કપૂર જોડે ચાલતું હતું ‘ઇલુ ઇલુ’, પછી શાહિદ કપૂરે ખુલ્લેઆમ એક વિચિત્ર વાત કહી
બોલિવુડમાં સેલિબ્રિટીઓના રિલેશનની ખબરો અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે અને તે કરતા વધુ ચર્ચામાં રહે છે તેમનું બ્રેકઅપ.
એક સમય હતો જયારે કરીના કપૂર અને શાહિદ કપૂરના અફેરની ચર્ચાઓ છવાયેલી રહેતી હતી. ચાહકોને લાગતુ હતુ કે તેઓ લગ્ન કરશે પરંતુ ફિલ્મ “જબ વી મેટ”ની શુટિંગ દરમિયાન બંને અલગ થઇ ગયા. બેબો સાથે બ્રેકઅપ બાદ અલગ અલગ અવસર પર શાહિદ કપૂરને તે વિશે પૂછવામાં આવ્યુ તો તેણે જવાબ આપ્યો હતો કે,
હું મને પોતાને એક સારો બોયફ્રેન્ડ હોવાનો દોષ આપુ છું, હું સાડા ચાર વર્ષ જૂના સંબંધમાં હતો અને ખૂબ જ કમિટેડ હતો. મેં એ સંબંધથી ઘણુ બધુ શીખ્યુ છે. આ સાથે જ હું કહી શકુ છુ કે હવે હું એક સારો પ્રેમી નહિ બની શકું.
તેઓ બંને અલગ થઇ ગયા બાદ એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહિદે એક્સ ગર્લફ્રેન્ડ સાથે કામ કરવા પર કંઇક એવું કહ્યુ જે ચાહકોને પસંદ ના આવ્યુ. બ્રેકઅપ પર બોલતા શાહિદે કહ્યુ કે, મેં હંમેશા સુનિશ્ચિત કર્યુ કે મારા કરિયર પર અસર ના પડે અને મારા કામના રસ્તા પર હું કંઇ પણ નહિ આવવા દઉં. મેં હંમેશા મારુ બેસ્ટ આપ્યુ.
કરીના કપૂરે અનુપમા ચોપડાને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના બ્રેકઅપથી લઇને સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા સુધીના સફરને જણાવ્યુ હતુ. શાહિદ કપૂર સાથે બ્રેકઅપ પર કરીનાએ કહ્યુ હતુ કે, ભાગ્યના કેટલાક પ્લાન હોય છે અને જીવન તેના હિસાબે ચાલે છે.
“જબ વી મેટ”ની શુટિંગ દરમિયાનથી લઇને ફિલ્મ “ટશન” વચ્ચે ઘણુ બધુ એવું થયુ કે જે બાદ અમે અમારા રસ્તા અલગ અલગ કરી લીધા. કરીના અનુસાર, “જબ વી મેટ” ફિલ્મે જયાં તેના કરિયરને બદલી દીધુ, ત્યાં ફિલ્મ “ટશન”ના શેટ પર સૈફ અલી ખાન સાથેની મુલાકાતે પૂરુ જીવન બદલી લીધું.
શાહિદ કપૂરને જયાં પૂછવામાં આવ્યુ કે, શું તે ફરી કરીના સાથે કામ કરશે તો તેમણે આ સવાલ પર કહ્યુ, હા હું કરીશ. જો ફિલ્મ સારી છે અને ડાયરેક્ટર મને કહે છે કે સ્પેસિફિક રોલમાં કરીના ઉપરાંત કોઇ બીજુ નહિ સેટ થાય તો મારી પાસે એ કહેવાનો અધિકાર નથી કે હું ફિલ્મ નહિ કરું.
કરીના સાથે બીજીવાર કામ કરવા પર શાહિદે કહ્યુ, હું તેમની સાથે ફરી કામ કરવા ઇચ્છીશ. તેમણે આગળ કહ્યુ કે, મને લાગે છે કે, એક અભિનેતાના રૂપમાં જો મારા નિર્માતા ઇચ્છે છે કે હું ગાય કે ભેંસ સાથે પણ રોમાંસ કરુ તો કરીશ કારણ કે એ મારુ કામ છે.
તમને જણાવી દઇએ કે, કરીના અને શાહિદ બંને પોતાનું લગ્ન જીવન એન્જોય કરી રહ્યા છે અને તેઓ તેમના પાર્ટનર અને બાળકો સાથે ઘણા ખુશ છે. કરીના કપૂરે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને તેઓને બે બાળકો છે. બીજી તરફ શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે, તેમને પણ બે બાળકો છે.