શાહિદના પાછળ દીવાની હતી તૈમુરની મમી કરીના, પોતે જઇને કહયુ હતુ કે…
બોલિવુડ અભિનેતા 40 વર્ષના થઇ ચૂક્યા છે. શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહિદ જયારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થઇ ગયા અને તે બાદ તે પિતા સાથે મુંબઇ આવી ગયા.
શાહિદે બોલિવુડમાં ઘણી હિટ અને શાનદાર ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ “કબીર સિંહ” અને “પદ્માવત’ ખૂબ જ હિટ રહી હતી.
શાહિદ કપૂર એ સ્ટાર્સમાં સામેલ છે જેમની ફેનફોલોઇંગ જબરદસ્ત છે. તેમજ તે એ અભિનેતામાંના એક છે જેના પર છોકરીઓ જાન લૂટાવે છે. બોલિવુડની બેબો કરીના કપૂર એમાંની એક છે.
એક સમય હતો જયારે તે શાહિદ કપૂરની દીવાની હતી. બંને ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા. શાહિદ અને કરીનાના અફેરની ચર્ચા એ સમયે ઘણી હતી. કરીના કપૂરે શાહિદ કપૂરને પહેલા પ્રપોઝ કર્યુ હતું. આ વાતનો ખુલાસો કરીનાએ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કર્યો હતો.
ખબરો અનુસાર, શાહિદ નહિ પરંતુ કરીના શાહિદની દીવાની હતી. સતત 2 મહિના સુધી કરીના શાહિદની પાછળ પડી ત્યારે જઇને શાહિદે કરીનાના લવ પ્રપોઝલને સ્વીકાર્યું.
બંનેની લવ સ્ટોરીની શરૂઆત ફિલ્મ “ફિદા”ના સેટ પર થઇ હતી. કરીના કપૂરે વર્ષ 2000માં બોલિવુડમાં પગ મૂક્યો હતો ત્યાં શાહિદ કપૂર અને કરીનાએ પહેલીવાર ફિલ્મ “ફિદા”માં સાથે કામ કર્યુ હતું.
વર્ષ 2007માં કરણ જોહરના ચેટ શો દરમિયાન બંને સામેલ થયા હતા. આ શોમાં કરીનાને કરણ જોહરે પૂછ્યુ કે, તમે જ પહેલ કરી હશે, મને નથી લાગતુ કે, શાહિદે કંઇ કહ્યુ હશે. તેના જવાબમાં કરીનાએ હા કહી હતી અને કહ્યુ કે, હા મેં જ કહ્યુ હતુ. શાહિદે તો કયારેય ધ્યાન ન આપ્યું.
કરીનાએ કહ્યુ હતુ કે, બે મહિના સુધી હું શાહિદના પાછળ પડી રહી હતી. હું શાહિદને એમએમએસ, ફોન કરતી હતી. શાહિદને મેં કહ્યુ હતુ કે, ચલો મળીએ પણ એ વધારે ભાવ આપતા ન હતા.
કરીના અને શાહિદનું વર્ષ 2007માં બ્રેકઅપ થઇ ગયુ હતું. બંને એકબીજાને લઇને ઘણા સિરીયસ હતા. રીપોર્ટ્સની માનીએ તો, બંનેના લગ્નની પણ વાત સામે આવી હતી.
પરંતુ “જબ વી મેટ”ના શુટિંગ દરમિયાન કરીના સૈફ સાથે “ટશન” ફિલ્મનું પણ શુટિંગ કરી રહી હતી અને આ સમયે તે સૈફની નજીક આવી ગઇ. “જબ વી મેટ”નું શુટિંગ ખત્મ થતા થતા તેઓનું બ્રેકઅપ થઇ ગયું
શાહિદ કપૂર આજે બોલિવુડના ટોપ અભિનેતામાંના એક છે, તેમને ટીવી જાહેરાત અને એક બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ “ઇશ્ક વિશ્ક”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર શાહિદે પહેલીવારમાં જ દર્શકોનું દિલ જીતી લીધુ હતું. આ ફિલ્મ માટે તેઓને બેસ્ટ મેલ ડેબ્યુનો પણ એવોર્ડ મળ્યો હતો.
તમને જણાવી દઇએ કે, શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં અરેંજ મેરેજ કર્યા હતા. તેઓ બે બાળકોના પિતા છે. તેમને એક દીકરી મીશા અને એક દીકરો જૈન છે.
કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. કરીના કપૂરને બે બાળકો છે. એક દીકરો તૈમુર અને બીજો પણ દીકરો છે જેનો જન્મ હાલમાં જ 21 ફેબ્રુઆરીના રોજ થયો છે.