ખબર ફિલ્મી દુનિયા

અનુપમ ખેર, શાહિદ કપૂર સહિતના સેલિબ્રિટીઓએ કરી નરેન્દ્ર મોદીની પ્રસંશા, કહ્યું: “જ્યારે મોદીજી બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે”

દેશભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે ત્યારે દેશ ઉપર કોરોના વાયરસ સિવાય પણ બીજું એક મહા સંકટ આવી ગયું છે અને તે છે આર્થિક મહામારીનું સંકટમ ગઈકાલે 12મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને તેમાં ઘણી જ મહત્વની વાતો પણ જણાવી હતી.

Image Source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહામારીના સંકટને પહોંચી વાળવા માટે એક મોટા પેકેજની પણ જાહેરાત કરી જેમાં દેશની જીડીપીના 10 ટકા જેટલો ભાગની રકમ 20 લાખ કરોડના સૌથી મોટા પેકેજની જાહેરાત કરી હતી.  જેના બાદ દેશભરમાં તેમની પ્રસંશા થઇ રહી છે.  સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ મોદીજીની પ્રસંશા કરી રહ્યા છે.

બોલૂવુડના અભિનેતાઓ અનુપમ ખેર, શાહિદ કપૂર, અર્જુન રામપાલ સમેત ઘણા અભિનેતાઓ એ ટ્વીટ કરીને મોદીજીની પ્રસંશા કરી છે.

અનુપમ ખેર દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે જયારે મોદીજી બોલે છે ત્યારે ના માત્ર ડસ પરંતુ આખું વિશ્વ સાંભળે છે. 130 કરોડ ભારતીયો આત્મનિર્ભરતા ની ચાવી લઈને ચાલશે, સફળતા સાચે જ આપણા પગ ચૂમશે.

શાહિદ કપૂર દ્વારા પણ ટ્વીટ કરીને કહેવામાં આવ્યું તે ખુબ જ શક્તિશાળી અને પ્રેરણાદાયક સ્પીચ.  સિવાય પણ અભિનેતા અર્જુન કપૂર, લેખક ચેતન ભગત અને બીજા સેલેબ્રિટીઓ દ્વારા પણ પોસ્ટ મૂકી અને નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.