ખબર

દેશની સેવા કરતો ગુજરાતનો વધુ એક વધુ જવાન શહિદ, પાર્થિવ દેહને લાવતા હીબકે ચઢ્યું ગામ, વાંચો સમગ્ર વિગત

ભારતીય સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણ પણ આપી દેતા હોય છે અને એટલે જ એમને જવાન કહેવામાં આવે છે, સાથે દેશની રક્ષા માટે જે પોતાના પ્રાણ નોછાવર કરે છે તેને શહીદનું બિરુદ આપવામાં આવે છે, જે જવાન સિવાય બીજા કોઈને આપવામાં નથી આવતું, એવા જ એક ગુજરાતના વીર જવાને દેશની સરહદની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

Image Source: Facebook

અરુણાચલ પ્રદેશના ઠાંગા વિસ્તારમાં પોતાની ફરજ ઉપર રહેલા વઢવાણ ગામના લાન્સનાયક તરીકે ફરજ બજાવતા જવાન ભરતસિંહ પરમાર શહીદ થયા હતા, જેના સમાચાર મળતાં જ આખા વઢવાણમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

Image Source: Facebook

આજે શુક્રવારના રોજ શહીદ ભરતસિંહ પરમારના નશ્વર દેહને વઢવાણ લાવવામાં આવ્યો હતો, ત્યારે લોકોની આંખો આંસુએ છલકાઈ હતી અને આખું વઢવાણ હીબકે ચઢ્યું હતું, શહીદ ભરતસિંહના માનમા વઢવાણના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પણ પાડ્યું હતું.

Image Source: Facebook

જયારે ભરતસિંહના શહીદ થવાના સમાચાર આવ્યા ત્યારે તેમની પત્ની તેના પિયરમાં કોઈ માંગલિક પ્રસંગમાં ગઈ હતી, ભરતસિંહના શહીદ થવાના સમાચાર મળતાં જ પિયરપક્ષનો પ્રસંગમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. તેમનો દીકરો અત્યારે માત્ર 10 વર્ષનો જ છે, જેનું નામ વિશ્વરાજ છે. પિતાના શહીદ થવાના સમાચાર સાંભળીને તેને પણ ઘેરો આઘાત પહોંચ્યો હતો.

Image Source: Facebook

ભરતસિંહના શહીદ થવાના સમાચાર સાંભળતા જ પરિવાર તેમજ સમગ્ર વઢવાણ ગામમાં શોકની લાગણી પ્રસરી રહી છે, આજરોજ તેમની અંતિમ યાત્રામાં આર્મીના અધિકારો સહીત તમામ ધર્મના લોકો પણ કોઈપણ જાતનો જ્ઞાતિભેદ રાખ્યા વિના જોડાયા હતા.

Image Source: Facebook

વીર જવાનને શત શત નમન,