ખબર

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શાહિદ આફ્રીદી કોરોનાની ઝપટે ચડ્યો, કહ્યું કે મારા શહીરમાં એકદમ દુખાવો થઇ રહ્યો હતો, મેં મારો ટેસ્ટ કરાવ્યો અને બદકિસ્મતીથી

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. વિશ્વમાં આંકડો 7,757,919 પહોંચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન કોરોનાની ઝપેટે ચડયો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના વાયરસમાં ફસાઈ ગયો છે. તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે,શાહિદ આફ્રિદીએ ટ્વીટરમાં જણાવ્યું કે, “ગુરુવારથી હું અસ્વસ્થ હતો. મને શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો. પછી મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો અને કમનસીબે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જલદી સાજો થઉં તે માટે તમારી પ્રાર્થનાની જરૂર છે.”

કોરોના વાયરસ પછીથી, આફ્રિદી પાકિસ્તાનમાં ગરીબ અને જરૂરિયાતમંદોને સતત મદદ કરતો હતો. તે પોતાની ટીમ સાથે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડતો હતો. તોફાની બેટિંગ માટે જાણીતા આફ્રિદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.