પાકિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરની દીકરીને પ્રેમ કરે છે ભારતની ઓપનિંગ જોડીને પેવેલિયનમાં મોકલનાર શાહીન અફરીદી, જલ્દી જ કરશે લગ્ન

ગઈકાલે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ અને આખી દુનિયાની નજર આ મેચ ઉપર હતી. ભારત ટી-20 વર્લ્ડ કપમાં આજ સુધી પાકિસ્તાન સામે હાર્યું નથી, પરંતુ આ વખતે બાજી બદલાઈ ગઈ અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાનની ટીમે ખુબ જ સુંદર બોલિંગ અને બેટિંગ કર્યું. ત્યારે ભારતની ઓપનિંગ જોડીને પેવેલિયનમાં મોકલી દેનારો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન અફરીદીની ચર્ચાઓ થવા લાગી છે.

પાકિસ્તાનના આ સ્ટાર બોલર શાહીન આફ્રિદી પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફરીદીની દીકરી સાથે પ્રેમ કરી રહ્યો છે અને જલ્દી જ શાહિદ આફરીદીનો જમાઈ પણ બનાવાનો છે. મીડિયા રિપોર્ટ અનુસ શાહિદની મોટી દીકરી અક્સા સાથે શાહીન લગ્નના બંધનમાં બંધાવવાના છે.

આ ખબર માર્ચમાં જ આવવાની શરૂ થઇ ગઈ હતી. જયારે એક ન્યુઝ ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાહીનના પિતાએ શાહિદ આફરીદીના પરિવારને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે તેમના લગ્ન બે વર્ષ બાદ કરવામાં આવશે.

આ બધી જ અટકળો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફરીદીએ મોટી જાહેરાત પણ કરી હતી. બંનેના પરિવારો આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય કરી રહ્યા છે. આ જાહેરાત સાથે શાહિદ દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે બંને પરિવાર અલગ અલગ જનજાતિઓથી છે અને આ સંબંધ ઉપર મોહર લગાવતા પહેલા બંને વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ નહોતો.

શાહિદ આફરીદીએ કહ્યું હતું કે, “શાહીનના પરિવાર વાળા તેમની દીકરીને પોતાના ઘરની વહુ બનાવવા ઈચ્છે છે. તેમનું માનવું હતું કે તેમના આ મિત્રતાને હવે સંબંધમાં બાંધી દેવી જોઈએ. તેમને એમ પણ કહ્યું હતું કે અમારી આફરીદીયોની 8 જનજાતિઓ છે. શાહીન અને અમે અલગ અલગ જનજાતિઓ માંથી છે.

લગ્નની તારીખ વિશે પૂર્વ કપ્તાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે બંને આ સમયે પોતાના કેરિયર ઉપરર ધ્યાન લગાવી રહ્યા છે. તેમને ખુલાસો કર્યો કે તેમની દીકરી ડોક્ટર બનવાની રાહ ઉપર છે અને હજુ સુધી આ વિશે નિર્ણય નથી કરવામાં આવ્યો કે તે પાકિસ્તાનમાં અભ્યાસ કરશે કે પછી ઈંગ્લેન્ડમાં.

Niraj Patel