રસોઈ

શાહી પનીર ❤ આજે જ બનાવો ઘરે, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી વાંચો, મહેમાન પણ પૂછવા લાગશે શું છે સિક્રેટ ?

હેલો મિત્રો, 🙋🏼‍♀
પનીર માંથી બનતી રેસીપી તો બનાવતા જ હશો તમે….!! આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે ” શાહી પનીર ” 😋 ❤

શાહી પનીર એ ટ્રેડીશનલ ઉત્તર ભારતીય વાનગી છે, જે પનીર, સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે. 😍

આવી ગયું ને મોં માં પાણી 😋
તો ચાલો આજે બનાવીએ ” શાહી પનીર ” ❤

બનાવવા માટે ની સામગ્રી :-

 • બટર – 50 ગ્રામ
 • ચોરસ કટ કરેલું પનીર – 250 ગ્રામ
 • સમારેલી ડુંગળી – 75 ગ્રામ
 • સમારેલા ટામેટાં – 100 ગ્રામ
 • કાજુ – 50 ગ્રામ
 • આખા સુકા લાલ મરચાં – 3 નંગ
 • મોળું દહીં – 50 ગ્રામ
 • ટોમેટો પ્યુંરી – 50 ગ્રામ
 • ઓલિવ ઓઇલ – 2 ચમચી
 • આદું અને લસણ ની પેસ્ટ – 2 ચમચી
 • મીઠું – 1 ચમચી
 • ધાણાજીરું પાઉડર – 1 ચમચી
 • જીરું પાઉડર – 1 ચમચી
 • બદામ ની પેસ્ટ – 1 ચમચી
 • મધ – 1 ચમચી
 • પાણી – જરૂર મુજબ

સજાવટ માટે:-

 • સમારેલી કોથમીર
 • ફ્રેશ ક્રીમ

બનાવવા માટે ની વિધિ :-
૧.સૌ પ્રથમ એક મીડિયમ સાઈઝ ની કઢાઈ લો અને તેમાં ચોરસ કટ કરેલાં પનીર નાં ટૂકડા અને જરૂર મુજબ પાણી નાંખો અને 5 મિનિટ સુધી થવા દો.
તેથી પનીર થોડું સોફ્ટ થઈ જાય. પછી તેને એક બીજા બાઉલ માં ટ્રાન્સફર કરી ને ઠંડુ થવા દો.

૨.હવે બીજી એક કઢાઈ લો અને તેમાં 50 ગ્રામ બટર નાખો અને ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી નાખી ને થોડી વાર સાંતળવા દો.

3.ત્યાર બાદ તેમાં આખાં સુકા લાલ મરચાં, સમારેલા ટામેટાં, કાજુ નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને થવા દો.

4.પછી એક મિક્સર જાર લો અને તેમાં મોળું દહીં અને તૈયાર કરેલો ડુંગળી-ટામેટાં-કાજુ વાળો મસાલો નાખો અને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
અને તેને સાઇડ પર રાખો.

5.પછી ફરી થી એક પેન લો અને તેમાં 2 ચમચી ઓલિવ ઓઇલ નાખો. પછી તેમાં આદું-લસણ ની પેસ્ટ નાખી ને થોડું સાંતળવા દો. અને તેમાં ટામેટાં ની પ્યુંરી ઍડ કરો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી સ્મૂધ પેસ્ટ નાખી ને થોડી વાર થવા દો.

6.પછી તેમાં એક ચમચી મીઠું, ધાણાજીરું પાઉડર, જીરું પાઉડર, બદામ ની પેસ્ટ અને મધ નાંખો.

7. ત્યાર બાદ તેમાં ચોરસ કટ કરેલાં પનીર નાં ટૂકડા નાખો અને જરૂર મુજબ પાણી નાખી થોડી વાર માટે કુક થવા દો.

8.લાસ્ટ માં આ શાહી પનીર ને સર્વિગ બાઉલ માં ટ્રાન્સફર કરો અને તેમાં સજાવટ માટે સમારેલી કોથમીર અને ફ્રેશ ક્રીમ નાખી ને સર્વ કરો.

તો તૈયાર છે આપ સૌની ભાવતી વાનગી એવી પંજાબી વાનગી ” શાહી પનીર 😋❤”

આ શાહી પનીર ને તમે રોટલી, પરોઠા, નાન કે પછી રાઇસ સાથે ખાઈ શકો છો.😊

ઘરે અચૂક થી ટ્રાય કરજો અને મને કહેજો કે આ શાહી પનીર ની રેસીપી તમને કેવી લાગી..!!!

અને હા, તમારી સખીઓ સાથે આ શાહી પનીર ની રેસીપી શેર કરવાનું ભૂલતાં નહીં…!! ☺☺

લેખિકા :- કિર્તી જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ