શાહીર શેખની પરિવાર સાથેની તસવીરમાં પત્ની રૂચિકાનો જોવા મળ્યો બેબીબંપ, ચાહકોએ કરી આવી કમેન્ટ

કરીના કપૂર પછી વધુ એક કપૂર ખાનદાનની થઇ ગર્ભવતી, મહાભારત શોના અર્જુન એટલે કે શાહીર શેખે પોતાની કપૂર પત્નીની શેર કરી તસવીરો..જુઓ

પોપ્યુલર ટીવી અભિનેત્રી શાહીર શેખ અને તેમની પત્ની રૂચિકા કપૂર છેલ્લા કેટલાક સમયથી પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા જ રૂચિકા એક મિત્રની પાર્ટીમાં જોવા મળી હતી. જયાં તેનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હજી સુધી શાહીર અને રૂચિકાએ આ ન્યુઝને કંફર્મ કરી નથી. પરંતુ શાહીર શેખે હાલમાં જ એક તસવીર શેર કરી છે, જેમાં તે તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે અને આ તસવીરમાં તેમની પત્ની રૂચિકાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, આ તસવીરમાં શાહીર તેમના પરિવાર સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જેમાં તેની પત્નીનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં રૂચિકા ઘણી ખૂબસુરત લાગી રહી છે. તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો જોવા મળી રહ્યો છે.

તસવીરમાં શાહીરે ગ્રે કલરની ટીશર્ટ પહેરી છે અને આ સાથે જ ડાર્ક બ્લુ કલરનું ટ્રાઉઝર કેરી કર્યુ છે. શાહીરની આ તસવીર પર સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. શાહીરની કો-સ્ટાર અને અભિનેત્રી એરિકા ફર્નાંડિસે કમેન્ટ કરી લખ્યુ કે, રૂચિકા તુ ખૂબ જ ક્યુટ લાગી રહી છે. તેમજ યે રિશ્તા ફેમ લતા સબરવાલે કમેન્ટ કરી લખ્યુ, ટચવુડ.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જયારે શાહીરને રૂચિકાની પ્રેગ્નેંસી વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, આ વિશે વાત નથી કરતા. આ વિશે કમેન્ટ કરવી જલ્દી થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, શાહીર તેમની પર્સનલ લાઇફ વિશે મીડિયા સાથે વાત કરવી કમ પસંદ કરે છે. રૂચિકા તેના પહેલા ટ્રાયમેસ્ટરમાં છે. બંને તેમના જીવનનો નવો ફેઝ શરૂ કરવાની રાહ જોઇ રહ્યા છે.

આ તસવીર જોઇ ચાહકો ઘણા એક્સાઇટેડ થઇ ગયા છે અને રૂચિકાનો બેબી બંપ જોઇ આ કપલને બધા શુભકામના પાઠવી રહ્યા છે. એક ચાહકે લખ્યુ કે, શાહીર તમે હંમેશાથી એક પિતા બનવા ઇચ્છતા હતા અને જયારે હવે તમે પિતા બનવાનો છો તો તમે દુનિયાના બેસ્ટ પિતા સાબિત થશો.

તમને જણાવી દઇએ કે, શાહીર શેખ અને રૂચિકા કપૂરે ગયા વર્ષે નવેમ્બરમાં મુંબઇમાં કોર્ટ મેરેજ કર્યા હતા. બંનેની મુલાકાત “જજમેંટલ હે કયા”ના સેટ પર થઇ હતી. લગ્ન પહેલા બંનેએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ.

શાહીર જલ્દી જ ટીવી ધારાવાહિક “કુછ રંગ પ્યાર કે એસે ભી” સિઝન 3માં જોવા મળશે. આ શોમાં તેમની સાથે “કસોટી ઝિંદગી કે” ફેમ એરિકા પણ જોવા મળશે. આ શો 12 જુલાઇના રોજ સોની ટેલિવિઝન પર ઓન એર થવાનો છે.

Shah Jina