મનોરંજન

મહાભારતના અભિનેતા અર્જુને એટલે કે શાહીર શેખે રુચિકા કપૂર સાથે કરી લીધા કોર્ટ મેરેજ, કહ્યું: “મને મારી સાચી હમસફર મળી ગઈ”

શાહીર શેખે કપૂર ખાનદાનની દીકરી જોડે કર્યા નિકાહ…જુઓ તસ્વીરો

ટીવી અને બોલીવુડના કલાકારો ક્યારે કોની સાથે લગ્ન કરી લેશે તે કોઈને ખબર નથી હોતી, તેમના અફેર અને ડેટિંગની ચર્ચાઓ છવાયેલી રહેતી હોય છે ત્યારે તેમના અચાનક કરેલા લગ્ન પણ ચાહકોને ચોંકાવી દેતા હોય છે.

Image Source

આ બધા વચ્ચે જ હવે ટીવીના ખ્યાતનામ અભિનેતા શાહીર શેખે પોતાની પ્રેમિકા રુચિકા કપૂર સાથે કોર્ટમાં લગ્ન કરી અને ચાહકોને હેરાન કરી દીધા છે. હાલમાં કોરોના મહામારીને જોતા શાહીર અને રૂચિકાએ કોર્ટ મેરેજ કર્યા છે.

Image Source

જાણકારી પ્રમાણે જૂન 2021માં તે પારંપરિક રીતે પણ લગ્ન કરશે. કોર્ટ મેરેજ કર્યા બાદ શાહીર અને રુચિકા જમ્મુ જવા માટે રવાના થઇ ગયા છે. શાહીર જમ્મુનો રહેવાસી છે. સોશિયલ મીડિયા ઉપર શાહીર અને રૂચિકાની ઘણી તસવીરો છવાયેલી રહેતી હોય છે.

એક ઇન્ટરવ્યૂની અંદર શાહીરે જણાવ્યું હતું કે: “આ સંબંધની સૌથી મોટી વાત એ છે કે રુચિકા પહેલા મારી મિત્ર છે. એવામાં મને એવી પાર્ટનર મળી છે જેની સામે હું અસલમાં જેવો છું તેવો જ બનીને રહી શકું છું.”

લગ્ન બાદ શાહીરે કહ્યું હતું કે તેને સાચી હમસફર મળી ગઈ છે. શાહીર 2013માં પ્રસારિત થયેલા મહાભારતમાં અર્જુનના પાત્ર દ્વારા પ્રખ્યાત થયો હતો. જ્યારે રુચિકા કપૂર બાલાજી મોશન પિક્ચર લિમિટેડમાં ક્રિએટિવ પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે.

બંનેની મુલાકાત ફિલ્મ “જજમેન્ટલ હે ક્યાં” દરમિયાન થઇ હતી. લગભગ બે વર્ષો સુધી તે બંનેએ એકબીજાને ડેટ કર્યું. આ પહેલા શાહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એક તસ્વીર શેર કરીને રૂચિકા સાથે સગાઈ કરવાની ખબર આપી હતી.

આ તસ્વીરમાં રૂચિતા હસતા નજર આવી હતી. શાહિરે તેનો હાથ પકડી રાખ્યો હતો અને રુચિકાના હાથમાં સગાઈની વીંટી પણ હતી.