જીવનશૈલી

મહાભારતના અર્જુન શાહિર શેખએ ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે કરી સગાઈ? જુઓ તસ્વીરો

ટીવી જગતના લોકપ્રિય અભિનેતા શાહિર શેખએ તાજેતરમાં જ અભિનેત્રી રુચિકા કપૂર સાથેનો સંબંધ જગજાહેર કર્યો છે. લાંબા સમયના રિલેશન પછી બંન્નેએ સગાઈ કઈ લીધી છે. આ વાતની જાણકારી શાહિરે સોશિયલ મીડિયા દ્વારા તસ્વીર પોસ્ટ કરીને આપી છે.

Image Source

શાહિરે રુચિકા સાથેની રોમેન્ટિક તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીરમાં શાહિરે રૂચિકાનો હાથ પકડી રાખ્યો છે અને રુચિકાના હાથમાં સગાઈની સુંદર ડાયમંડ વીંટી ફ્લોન્ટ થઇ રહી છે. સગાઈની ઘોષણા પર બંન્નેના ચાહકો તથા ટીવી જગતના દિગ્ગજ લોકો પણ તેને સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ આપી રહ્યા છે. તસ્વીરમાં રુચિકા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source

તસ્વીર પોસ્ટ કરતા શાહિરે લખ્યું હતું કે,”બાકીના જીવન માટે ખુબ જ ઉત્સાહિત છું”.આ સિવાય શાહિરે #TuHasdiRave નો પણ ઉપીયોગ કર્યો હતો.આ સિવાય યુનિક હૈશટેગ #ikigai…નો પણ ઉપીયોગ કર્યો હતો જે એક જાપાની શબ્દ છે. આ શબ્દનો અર્થ ‘સવારે ઊઠવા નું કારણ’ એવો થાય છે.

Image Source

રુચિકા અને શાહિરને બૉલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકોએ શુભકામના આપી છે. જેમાં એકતા કપૂર, અનિતા હસનંદાની, ક્રિસ્ટલ ડિસુઝા, તુષાર કપૂર, શ્રિયા પિલગાંવકર,હેલી દારૂવાલા વગેરે જેવા કલાકારો શામિલ છે.

Image Source

શાહિર અને રુચિકા એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંન્ને આગળના વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરી શકે તેમ છે.